જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય હિંમતનગરમાં બોર્ડની પરીક્ષાના ધારા ધોરણ અનુસાર મોક ટેસ્ટનું આયોજન
જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય હિંમતનગરમાં બોર્ડની પરીક્ષાના ધારા ધોરણ અનુસાર મોક ટેસ્ટનું આયોજન
ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૧૫-૦૨-૨૦૨૪ના રોજ
મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલા પ્રી બોર્ડ એટલે કે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ.જે અનુસંધાને શાળાના તમામ વિદ્યાર્થીઓ આયોજન પ્રમાણે ગણિત વિષયનૉ ટેસ્ટ આપવા આવેલા. બોર્ડની પરીક્ષાનો વાસ્તવિક અનુભવ કરાવવા અને પરીક્ષાનો ભય તથા ડર દૂર કરવા માટે મોક ટેસ્ટ નું આયોજન કરવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીઓને સી.સી.ટી.વી. કૅમેરા, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર,પરીક્ષામાં નંબર કેવી રીતે નંબર લખવા?.. ટાઈમ મેનેજમેન્ટ આ તમામ બાબતોની શાળાના આચાર્યશ્રી પી. ડી.દેસાઈ, શિક્ષકો, કિ-રિસોર્સ પર્સન દ્વારા સમજ આપવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીઓની તમામ મૂંઝવણ દૂર થઈ હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ગુણવત્તા સુધારવા માટે આચાર્ય અને સ્ટાફ દ્વારા જે પ્રયત્નો થયા. તેને શ્રી સોસાયટીનગર વિકાસ મંડળના પ્રમુખશ્રી સી.સી. શેઠ સાહેબ,મંત્રી શ્રી મધુકર ખમાર સાહેબ તથા કારોબારી સદસ્ય શ્રીઓએ બિરદાવ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના જોડાવાથી વાલીઓએ પણ સુંદર પ્રતિસાદ આપ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર કરવા શાળા દ્વારા કરવામાં આવેલ પહેલને સમાજ દ્વારા બિરદાવવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.