જૂની અદાવતનો ખાર રાખી કોળી આધેડ પર નાના ભાઈ અને ભત્રીજાનો હુમલો
રૈયાગામમાં જૂની અદાવતનો ખાર રાખી કોળી આધેડ પર તેના નાના ભાઈ અને બે ભત્રીજાએ ધોકા અને પાઈપથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ફરિયાદ નોંધાતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી વલ્લભભાઇ અરજણભાઇ લીલાપરા (ઉ.વ.50) (ધંધો.પ્લમ્બીંગ કામ), (રહે. રૈયાગામ ખોડીયાર મંદિર સ્મશાન સામેની શેરી) એ આરોપી તરીકે ગોરધન અરજણ લીલાપરા અને ભત્રીજા અનિલ અને રાહુલના નામ આપી જણાવ્યું હતું કે,
ગઇ કાલે રાત્રીના નવેક વગ્યાની આસપાસ તે તેના પુત્રની ઘર પાસે અવેલ પાનની કેબિન પાસે બેઠેલ હતાં ત્યારે તેનો ભત્રીજા અનિલ લીલાપરા તથા રાહુલ લીલાપરા ઘસી આવેલ અને કહેવા લાગેલ કે તારા નાના પુત્ર વિજયને બહાર બોલાવ આજે તો તેને મારવો જ છે.જેથી વલ્લભભાઈએ તેના બન્ને ભત્રીજાને સમજાવની કોશીશ કરતાં બન્ને ઉશ્કેરાયા હતાં અને ગાળો આપવા લાગતાં ફરિયાદીનો મોટો પુત્ર વચ્ચે પડતાં રાહુલે તેના પુત્રને પકડી રાખેલ અને અનીલ પાસે રહેલ ધોકાથી હુમલો કર્યો હતો. દરમિયાન રાડારાડી થતાં ઇજાગ્રસ્ત વલ્લભભાઈનો નાનો ભાઈ ગોરધન પણ ત્યાં પાઇપ સાથે ઘસી આવ્યો અને પાઈપનો માથામાં ઘા ઝીંકી દેતાં તે નીચે પટકાયા હતાં.
બાદમાં ત્રણેય પિતા-પુત્રો ત્યાંથી નાસી છૂટ્યા હતાં અને એકઠાં થયેલ લોકોએ 108 મારફતે તેને સારવારમાં ખેસેડલ હતાં. વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું કે, બે મહીના પહેલા તેના પુત્ર વિજય સાથે તેના નાના ભાઈ અને ભત્રીજાઓ રૂપિયા બાબતે ઝઘડો થયેલ હતો. જેનો ખાર રાખી ગઇ કાલે તેનો પુત્ર ઘરે આવતો હતો ત્યારે ગોરધન અને તેના બે પુત્રો મારવા માટે આવ્યા હતાં અને તેમના પર હુમલો કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.