શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ રિપોર્ટર-હિરેનભાઈ દોંગા કાલાવડમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ ભૂમિદાન માટે ભૂમિ સેવકોની નિમણૂક અંતર્ગત બેઠક યોજાઈ. - At This Time

શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ રિપોર્ટર-હિરેનભાઈ દોંગા કાલાવડમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ ભૂમિદાન માટે ભૂમિ સેવકોની નિમણૂક અંતર્ગત બેઠક યોજાઈ.


કાલાવડ(શીતલા)નજીક આવેલ સેફરોન વિદ્યા સંકુલ માં શ્રી ખોડલધામ તાલુકા સમિતિ કાલાવડ દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પ્રકલ્પો શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના અનુસંધાને કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ખોડલધામ સમિતિઓ સાથે ભુમી દાન અને ભૂમિ સેવકોની નિમણૂક બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને દરેક ગામમાંથી બે ભૂમિ સેવકોને પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ થી પોતાનું આઈકાર્ડ મેળવી અને ભૂમિદાન એકઠું કરવા માટે ભલામણ કરવામાં આવી હતી.તેેમજ કાલાવડ તાલુકામાં ઝોન મુજબ નવા કન્વીનારોની નિમણૂક પણ કરવામાં આવી હતી.અને શ્રી ખોડલધામ સમિતિ જામનગર થી પધારેલા ટ્રસ્ટીશ્રીઓએ ખોડલધામ કેન્સર હોસ્પિટલ વિશે સૌ લોકોને માહિતગાર કર્યા હતા.આ તકે નાથાભાઈ મુંગરા (ટ્રસ્ટીશ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ),મયુરભાઈ મુંગરા (જિલ્લા કન્વીનરશ્રી ખોડલધામ સમિતિ જામનગર), દિનેશભાઈ દોંગા (ટ્રસ્ટીશ્રી ખોડલધામ લેઉઆ પટેલ સમાજ-સોમનાથ) લવજીભાઈ વાદી, અલ્પેશભાઈ વેકરીયા (કન્વીનરશ્રી ખોડલધામ તાલુકા સમિતિ કાલાવડ) સહ કન્વીનર શ્રી ખોડલધામ સમિતિ કાલાવડ તુષારભાઈ વાદી,રમણીકભાઈ મારકણા,ભાવેશભાઈ ફળદુ, સંજયભાઈ દોંગા,જતીનભાઈ ફળદુ,તેમજ લાખાભાઈ વેકરીયા, રણછોડભાઈ રામોલિયા,વિનુભાઈ રાખોલીયા,રજનીકભાઈ મુંગરા અને કાલાવડ તાલુકાના દરેક ગામે થી કન્વીનરો તેમજ સહ કન્વીનરો હાજર રહી અને આ મીટીંગ ને સફળ બનાવી હતી


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.