શ્રી ખાખોઈ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો - At This Time

શ્રી ખાખોઈ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો


(કનુભાઈ ખાચર દ્વારા )
તા.28/06/2024ને શુક્રવારના રોજ બોટાદ તાલુકાના નાગલપર ક્લસ્ટરની શ્રી ખાખોઈ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાનશ્રી જે.એચ.સુઅર સાહેબશ્રી (કાર્યપાલક ઇજનેર, સિંચાઈ (સ્ટેટ),બોટાદ), જિલ્લા પંચાયત સભ્યશ્રી સુરેશભાઈ હરિપરા સાહેબ, તાલુકા પંચાયત સભ્યશ્રી નયનભાઈ વાનાણી સાહેબ તથા અન્ય મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી.બાળકો દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનો દ્વારા આંગણવાડી તથા બાલવાટીકાના બાળકોને શૈક્ષણિક કીટો આપી શાળામાં બાળકોને મીઠો આવકાર આપવામાં આવ્યો. ત્યારબાદ મહેમાનો અને ગામ આગેવાનો દ્વારા  CET, જ્ઞાન સાધના, નવોદયમા પસંદગી પામેલ, તથા ગત  વાર્ષિક પરીક્ષામાં ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ કરાયું. જેમાં CET  અને જવાહર નવોદયમા પસંદગી પામેલ વિદ્યાર્થીનીઓને સુરેશભાઈ હરિપરા સાહેબ તથા નયનભાઈ વાનાણી સાહેબ દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલ. આચાર્યશ્રી રમેશભાઈ જે ખંભાળિયા દ્વારા સરકારશ્રી દ્રારા અમલી CET, PSE,NMMS, જ્ઞાન સાધના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના તથા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વિશે માહિતી રજુ કરી. ત્યાર બાદ  શ્રી જે.એચ.સુઅર સાહેબશ્રી દ્વારા સાહિત્ય પ્રદર્શનનું ,કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડનું નિરીક્ષણ કરાયું. શાળાના આચાર્ય રમેશભાઈ જે ખંભાળિયા દ્વારા શાળા પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.