ઇડર ટાઉન હોલ ખાતે “નારી વંદન ઉત્સવ” ઉજવણીનાભાગરૂપે બેટી બચાઓ બેટી પઢાવોની ઉજવણી કરાઈ - At This Time

ઇડર ટાઉન હોલ ખાતે “નારી વંદન ઉત્સવ” ઉજવણીનાભાગરૂપે બેટી બચાઓ બેટી પઢાવોની ઉજવણી કરાઈ


નારીશક્તિની મહત્વતા સમજીને મહિલા સશક્તિકરણ માટે સહિયારા પ્રયત્નો કરવા જોઇએ

- ચેરમેન શ્રી રેખાબેન ઝાલા

********************

સાબરકાંઠા જિલ્લાના ઇડર ટાઉન હોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત “બેટી બચાઓ બેટી પઢાવો” કાર્યક્રમની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ સમિતિ ચેરમેન શ્રી રેખાબેન ઝાલાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જિલ્લામાં ૧  થી ૭ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” ઉજવણી થઇ રહી છે.

 આ કાર્યક્રમમાં ચેરમેન શ્રી રેખાબેન ઝાલાએ જણાવ્યુ હતુ કે દેશના સર્વોચ્યપદે દ્રોપદી મુર્મુની નિમણૂકએ  નારી મોટી શક્તિ હોવાનુ પ્રતિત થાય છે. વિશ્વના સર્જનમાં નારીની મહત્વની ભુમિકા રહેલી છે આ વાતને નકારી શકાય તેમ નથી. રાષ્ટ્રના તમામ સમાજે નારીશક્તિની મહત્વતા સમજીને મહિલા સશક્તિકરણ માટે સહિયારા પ્રયત્નો કરવા જોઇએ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહે જણાવ્યુ હતુ કે સાબરકાંઠા જિલ્લામાં જાતિયરેશીયો ૧૦૦૦ પુરુષે ૯૫૭ મહિલાઓ છે. આપણે સૌએ સ્ત્રીભ્રુણહત્યા અટકાવવા માટે પ્રયત્નો કરવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મહિલાઓની સુરક્ષા  માટે બનાવામાં આવેલ ૧૮૧ અભયમ હેલ્પલાઇન મહિલાઓને

ખુબ મદદરૂપ સાબિત થઇ છે. સંસ્કાર અને ઉચ્ચ શિક્ષણની સાથે સાથે મહિલાઓના સર્વાંગી વિકાસ થાય તે દિશામાં આગળ વધવુ જોઇએ.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કે.એસ ચારણે જણાવ્યુ હતુ કે મહિલાઓ દ્વારા ભાવિ પેઢીનું સર્જન થાય છે. દિકરો દિકરી એક સમાન બને ત્યારે જ સમાજરૂપી રથનું પૈડુ આગળ ચાલી શકે છે. નારી વંદન ઉત્સવની સાથે આપણે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. માતાનું પહેલુ ધાવણ બાળક માટે રસીનું કાર્ય કરે છે. માતાનું ધાવણ બાળક માટે શ્રેષ્ઠ રોગપ્રતિકાર શક્તિનું કામ કરે છે. 

આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનના લાભાર્થીઓને મંજુર હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમાં રાજ્યસ્તરીય વકૃત્વ સ્પર્ધાની વિજેતા દિકરી યશ્વી પટેલ દ્વારા બેટી  બચાઓ બેટી વધાવો વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ. દિકરી યશ્વી પટેલને મહાનુભાવોના હસ્તે  સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતિ મેઘાબેન ગોસ્વામી દ્વારા મહિલાનો કલ્યાણ અર્થે બનાવવામાં આવેલ વ્હાલી દિકરી યોજના, સખી વન સ્ટોપ યોજના જેવી યોજનાઓની માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને 181 અભયમ વિષયક માહિતી શ્રી હેતલબેન સુતરીયા દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય અનસૂયાબેન ગામેતી, તાલુકા કારોબારી અધ્યક્ષ દક્ષાબેન ચૌધરી, ફિલ્ડ ઓફીસરશ્રી દેવાંગભાઇ સુથાર, THO ડૉ.ધુવ પટેલ, આંગણવાડીની બહેનો તથા આશાવર્કર બહેનો  ઉપસ્થિત રહ્યા હતા

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.