જૂનાગઢ પોલીસદ્વારા અરજદાર ને વ્યાજની ચૂંગલ માંથી છોડાવી જિંદગી બચાવી સુરક્ષા સાથે સેવાનું ઉતર દાયિત્વ નિભાવ્યું
જૂનાગઢ શહેરના આદર્શંગર, ગરબી ચોક વિસ્તારમાં આવેલ એક સોસાયટી વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરી, પોતાનું ગુજરાન ચલાવતા, એક યુવક પોતાના માંતા સાથે રડમસ ચહેરે, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતાને કોરોના સમયમાં દવા માટે જરૂરિયાત માટે જેતપુરના એક શખ્સ પાસેથી આશરે વીસ હજાર જેટલી રકમ વ્યાજે લીધેલ હતી, વ્યાજખોરને અત્યાર સુધી વ્યાજ ચૂકવતા, મુદ્દલ રકમ કરતા ચાર ગણા આશરે રૂ. 80,000/- જેટલા વધારે રૂપિયા જેટલું વ્યાજ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો હજુ પણ મુદ્દલ રૂ. 1,00,000/- તથા વ્યાજ પેનલટી આપો પછી, બધું પૂરું થવાનું જણાવી, ઘરે તથા નોકરીના સ્થળે આવીને બેસી જતા તેમજ પોતાને રસ્તામાંથી અપહરણ કરી, રૂપિયા આપી દેવા દબાણ કરતા હોઈ, પોતે બે કોરા ચેક પણ આ માથાભારે વ્યાજખોર શખ્સ ને આપવા છતાં, ટોર્ચરિંગ કરતા હોઈ, પોતે પોલીસને જાણ કરવાની વાત કરતા, પોતે પોલીસ કે કોઈના બાપથી ડરતો નથી, એવા શબ્દો બોલી, મારું કોઈ કાઈ નહિ બગાડી લે...એવું જણાવી, ધમકી આપી, અવારનવાર રૂપિયા આપવા ધમકી આપતા હોઈ, પોતે આ લોકોના ત્રાસના કારણે ત્રાસી ગયેલ હતો. પોતાની પત્ની પ્રેગનેટ હોઈ, હાલ કોઈપણ સંજોગોમાં પોતે વ્યાજખોરને રૂપિયા આપી શકે તેમ ના હોઈ, આ માથાભારે વ્યાજખોર ઘરે તથા ધંધાના સ્થળે અવારનવાર જઈને કોઈ કામ કરવા દેતા નથી અને કલાકો બેસાડી રાખતા હોઈ, ઘરે મહિલા સભ્યોને પણ રૂપિયા આપી દેવા દબાણ કરી, ધમકીઓ આપતા, અરજદાર અને તેના કુટુંબીજનો પાસે મરવા સિવાય કોઈ રસ્તો ના હોઈ આજે જેતપુરથી આવીને જોઈ લેવાની ધમકી આપેલ હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું અને પોતાના ઘરનાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું
જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડીયા તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.શાહ તથા સ્ટાફના હે.કો. ધાનિબેન, મેણસીભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ, નીતિનભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, વ્યાજખોરને જેતપુર ખાતેથી બોલાવી, વ્યાજ જોઈએ કે જેલ જોઈએ એવુ રૂબરૂ શાનમાં સમજાવતા, વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ વ્યાજ કે મુદ્દલ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું અને અરજદારે આપેલ બે કોરા ચેક પાછા આપી દીધા હતા. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને મદદ કરવા બદલ, પોતાના કુટુંબ સાથે રૂબરૂ મળી, જૂનાગઢ પોલીસનો આભારવ્યક્ત કર્યો હતો. અરજદાર દ્વારા ખુશ થઈને જો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ અરજદારને હવે પછી આવા લોકો પાસેથી બિન જરૂરી રૂપિયા નહીં લેવા અને પોતાના કુટુંબને મુશ્કેલીમાં નહીં મુકવા સલાહ આપી હતી
હાલના સાંપ્રત સમયમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરી નો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમ ના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી, સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી, અરજદારની જિંદગી બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.