ડોળીયા સ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
સાયલા તાલુકાના ડોળીયા ગામે સ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સામાન્ય વહીવટી વિભાગના પત્ર ક્રમાંક વર્ષ 2022 ના પત્રથી થઈ આવેલ સુચના મુજબ રાજ્યના વહીવટી માં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ની ઝડપ વધે તે માટે સાયલા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં સેવા સેતુ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સામતપર, કેસરપર, રતનપર, સોનપરી, સાયલા, ભાડુકા, નવા સુદામડા, નવા જસાપર, જુના જસાપર, ડોળીયા, વખતપર, કાશીપરા, ગોસળ, મદિરગઢ જેવા અનેક ગામના લોકોએ લાભ લીધો. આ કાર્યક્રમમાં રેશનકાર્ડ ને લગતી કામગીરી, આધાર કાર્ડ તેમજ બેંકની કામગીરી, આરોગ્ય ને લગતી સુવિધા જેવી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી. આ કાર્યક્રમ અંગે પુરવઠા નાયબ મામલતદાર મેડમ શ્રી એસ.એમ. દેસાઈ, પુરવઠા ઓપરેટર મહમદભાઈ, અલ્પેશભાઈ, એટી.વી.ટી ઓપરેટર જીતેન્દ્રભાઈ, હસુભાઈ ચૌહાણ આરોગ્ય વિભાગ સંજયભાઈ મકવાણા, રેશનીંગ દુકાનદાર પ્રદીપભાઈ, સરકારી કર્મચારીઓ તેમજ તલાટીશ્રીઓ, સરપંચો, બેંક મેનેજર વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.