સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 19મી જુલાઈએ કેટલીક ટ્રેનોને અસર થશે
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 19મી જુલાઈએ કેટલીક ટ્રેનોને અસર થશે
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળના મીટરગેજ સેક્શનમાં ઘણી જગ્યાએ ટ્રેકની નીચેથી માટીનું ધોવાણ (Washout) અને પાટા ઉપરથી પાણી વહેવા અને વેરાવળ યાર્ડમાં પાણી ભરાવાના કારણે રેલવે મંડળની કેટલીક ટ્રેનો તા.19.07.2023ના રોજ રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને કેટલીક રીશેડ્યૂલ કરવામાં આવી છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
1. ટ્રેન નંબર 09532 જૂનાગઢ - દેલવાડા (મીટરગેજ ટ્રેન)
2. ટ્રેન નંબર 09296 દેલવાડા - જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
3. ટ્રેન નંબર 09508 અમરેલી - વેરાવળ (મીટરગેજ ટ્રેન)
4. ટ્રેન નંબર 09505 વેરાવળ - અમરેલી (મીટરગેજ ટ્રેન)
5. ટ્રેન નંબર 09295 વેરાવળ - દેલવાડા (મીટરગેજ ટ્રેન)
6. ટ્રેન નંબર 09291 વેરાવળ - અમરેલી (મીટરગેજ ટ્રેન)
7. ટ્રેન નંબર 09531 દેલવાડા - જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
શોર્ટ ટર્મિનેટેડ ટ્રેનો
1. ટ્રેન નં. 09513 રાજકોટ-વેરાવળ 19.07.2023 ના રોજ જૂનાગઢ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે, આમ આ ટ્રેન જૂનાગઢ-વેરાવળ વચ્ચે રદ રહેશે.
2. ટ્રેન નંબર 19207 પોરબંદર – વેરાવળ 19.07.2023 ના રોજ જૂનાગઢ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે, આમ આ ટ્રેન જૂનાગઢ-વેરાવળ વચ્ચે રદ રહેશે.
3. ટ્રેન નં. 09292 અમરેલી-વેરાવળ 19.07.2023 ના રોજ વિસાવદર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે, આમ આ ટ્રેન વિસાવદર-વેરાવળ વચ્ચે રદ રહેશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો
1. ટ્રેન નંબર 11463 વેરાવળ - જબલપુર 19.07.2023 ના રોજ રીશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 10.00 ના બદલે 2 કલાક મોડી એટલે કે 12.00 વાગ્યે ઉપડશે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.