સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો. - At This Time

સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો.


મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુળી તાલુકાના કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪નો શુભારંભ કરાવ્યો હતો જે અંતર્ગત ગઈકાલે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુળી તાલુકાના કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું કુકડા ગામે અંદાજે ૩૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા તળાવની સંગ્રહ શક્તિ ૩ (ત્રણ) MCFT જેટલી છે આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન મંગુબેન અમરતભાઇ ડાભી, નર્મદા,જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ કે.એ.પટેલ, મુખ્ય ઇજનેર અને અધિક સચિવ (સૌરાષ્ટ્ર) એચ.યુ.કલ્યાણી, મુખ્ય ઇજનેર અને અધિક સચિવ (ઉત્તર ગુજરાત) એમ.ડી.પટેલ, મુખ્ય ઇજનેર અને અધિક સચિવ (પંચાયત) જે.કે.ત્રિવેદી, ચોટીલાના પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા, અધિક્ષક ઇજનેર જે.એન.ભાટુ, કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલ, ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.