સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરમાં લમ્પીગ્રસ્ત રખડતાં ઢોર ખુલ્લામાં ફરે છે..
સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરમાં લમ્પીગ્રસ્ત રખડતાં ઢોર ખુલ્લામાં ફરે છે......
----------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
જિલ્લામાં હાલમાં 219 એક્ટિવ લમ્પી કેસ,હિંમતનગર શહેર અને આસપાસના વિકસિત વિસ્તારમાં લમ્પી ચેપગ્રસ્ત રખડતાં ઢોર દયાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.આઇસોલેટ કરવાની અને સારવાર કરી રહ્યાના દાવા ગુલબાંગો સાબિત થઈ રહ્યા છે. ગૌમાતાનો દરજ્જો મેળવેલ ગાયોના રિબાઈ રિબાઈને મોત નિપજી રહ્યા છે..
જે કડવી વાસ્તવિકતા છે.ગત સપ્તાહમાં શહેરના ધાણધા ફાટક નજીક ગાય ચેપગ્રસ્ત થતાં રિબાતાં જીવદયા પ્રેમીએ એનિમલ હેલ્પલાઇનમાં ફોન કર્યો પશુ ચિકિત્સકની વાન આવી અને તબીબે ઇન્જેક્શન,લાડુ સ્વરૂપે દવા આપી સારવાર કરી જણાવ્યું કે આમાં પ્રતિદિન સારવારની જરૂર હોય છે બપોરે બે કલાકે સારવાર થઈ સાંજે ગાયનું મોત નિપજ્યું.શહેરના પોલોગ્રાઉન્ડમાં પણ લમ્પી ચેપગ્રસ્ત ગાયો ફરી રહી છે..
સાબરકાંઠા પશુપાલન અધિકારી ડો.જેબી પટેલે જણાવ્યું કે જિલ્લામાં 4.30 લાખ પશુનું 109 ટકા વેક્સિનેશન કરાયું છે સરેરાશ 30 થી 40 કેસ એટેન્ડ કરાય છે.અત્યાર સુધીમાં 7998 પશુ ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે.જેમાંથી 7,657 રિકવર થયા છે અને 122 ના મોત નિપજ્યા છે.219 એક્ટિવ કેસ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.