ધંધુકા શ્રી આસ્થા ફાઉન્ડેશન અને યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર ૨૯ જુલાઈએ યોજાશે.
ધંધુકા શ્રી આસ્થા ફાઉન્ડેશન અને યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર ૨૯ જુલાઈએ યોજાશે.
ધંધુકા શ્રી આસ્થા ફાઉન્ડેશન અને યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર તારીખ : ૨૯ જુલાઈ ૨૦૨૩, શનિવારે યોજાશે.
સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રહેશે. તો દરેક ધંધુકા તાલુકાની જનતાને જણાવવાનું કે સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક યુવાનો વધારે માં વધારે રક્તદાન કરીએ.
લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડ વામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે. ત્યારે ધંધુકા શ્રી આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અવાર નવાર સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન કરતા હોય છે.
કોઈપણ દેશમાં કે પ્રદેશમાં આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવા માટે દર્દીઓને લોહી તથા લોહીની અન્ય પ્રોડકટ્સ મળી રહે તે અત્યંત અગત્યનું છે. સલામત અને પૂરતા પ્રમાણમાં લોહીમાલી રહે તે માટે દેશવ્યાપી રક્તદાન માટેના કેન્દ્રો જેવા કે શ્રી આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ જેવા હોવા જરૂરી છે કે જ્યાં રક્તદાતાઓ વિનામૂલ્યે રક્તદાન કરી શકે.
તારીખ : ૨૯ જુલાઈ ૨૦૨૩,શનિવાર સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી
સ્થળ : શ્યામઘાટ સ્કુલ, ધંધુકા
વધુ માહીતી માટે સંપર્ક કરો
ઉપેન્દ્રસિંહ ચાવડા : ૯૪૨૬૩ ૪૧૪૨૪
સહદેવસિંહ સોલંકી : ૯૯૨૫૦ ૫૦૫૫૫
લાલભાઈ ભરવાડ : ૯૨૬૫૬ ૦૧૯૦૦
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.