એશિયન MSW કોલેજમાં મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો - At This Time

એશિયન MSW કોલેજમાં મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો


એશિયન M.S.W કોલેજમાં મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો.

વડાલી ના એશિયન એજ્યુકેશન કેમ્પસમાં ચાલતી MSW કોલેજમાં તાજેતરમાં ઇડર ખાતેની PBSC સંસ્થાના સયુંકત સાહસથી કોલેજમાં અભ્યાસ કરતી MSW, BSW, DHSI, FS ની વિધાર્થીનીઓ માટે મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાન મહિલાઓને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં નેતૃત્વ, પ્રેરણા અને જાણકાર નિર્ણયો લેવા માટે જરૂરી સાધનો, સંસાધનો અને જ્ઞાન પ્રદાન કરીને સશક્તિકરણ કરવાનો છે. ઇડર PBSC ખાતે થી શ્રી દર્શનાબેન વાળા તથા શ્રી જિનલ બેન વણકર ઉપસ્થિત રહી ને મહિલા પર થતા અત્યાચારો ને અટકાવવા તેમજ મહિલા સશક્તિકરણ પર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. કાર્યક્રમ નું સફળ સંચાલન નલિનભાઈ એ કર્યું હતું તથા મહેમાનો નું સ્વાગત અને સન્માન મનીષભાઈ તથા ચેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના સફળ સંચાલન બદલ સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા તમામ સ્તાફ્મીત્રો ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.