વોર્ડ નં.10ના વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાવધતા મનપાએ દોડાવ્યા જેટિંગ મશીન
નવા યુનિવર્સિટી રોડ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં આખી રાત ચાલી કામગીરી
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જેટલી ફરિયાદ નોંધાય છે તેમાં 60 ટકા જેટલી એકમાત્ર ડ્રેનેજ ચોકઅપની ફરિયાદો હોય છે. આમ છતાં તેના કાયમી ઉકેલ માટે મનપાએ હજુ સુધી કોઈ તરકીબ કાઢી નથી પણ એક જ વિસ્તારમાં અવારનવાર ડ્રેનેજ ચોકઅપની સમસ્યા વધતા મનપાએ રાતોરાત જેટિંગ મશીન અને ડીસિલ્ટિંગ રિક્ષાઓ દોડાવી કામગીરી કરાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.