*રેલ્વે બ્રોડગેજની માંગણી સંદર્ભે અમરેલી જિલ્લાને ટેકો જાહેર કરતા ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને ધારી બજરંગ ગ્રુપ - At This Time

*રેલ્વે બ્રોડગેજની માંગણી સંદર્ભે અમરેલી જિલ્લાને ટેકો જાહેર કરતા ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને ધારી બજરંગ ગ્રુપ


વર્ષો થી અમરેલી જિલ્લાની માંગણી સંતોષાય એવુ આમજનતા ઈરછી રહી છે ત્યારે ફરીએકવાર આ ઝુંબેશ અમરેલીના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લા સાથે કાયમી ધોરણે ભારોભાર અન્યાય થાય છે કારણ કે અમરેલી જુનાગઢ બ્રોડગેજનું કામ શરૂ થવાની તૈયારીમાં કોઈ વિઘ્ન આવી જતા કામ અટકી પડતા ફરી અમરેલી જિલ્લા અને ધારી તાલુકામાં નિરાશા ફરી વળી છે વસ્તી પ્રમાણે દિવસે ને દિવસે લોકોને સગવડતા મળી રહે તે જરૂરી છે પરંતુ આ બાબતે અમરેલી જિલ્લાના આગેવાનો તરફથી બ્રોડગેજની માંગણી વહેલી તકે પુર્ણ થાય એવી રજુઆત કરી છે એમા ધારી તાલુકા ચેમ્બર ઓફ કોમર્સ અને ધારી બજરંગ ગ્રુપ કરી સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે જ્યારે જ્યારે ધારી રેલવે બ્રોડગેજમાં રૂપાંતરની માંગણી માટે રજુઆત કરવામાં આવશે તે તમામ જગ્યાએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે ભુતકાળમાં પણ અનેક આંદોલનો કરી રેલ્વે સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ તથા સક્રિય રહી સતત પ્રયત્ન કરી જહેમત ઉઠાવનાર જાગ્રુત આગેવાન પરેશભાઈ પટણી એ જણાવ્યું હતું.
રિપોર્ટ - અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.