સૂરજ ગમે તેટલો તપે પણ ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે - At This Time

સૂરજ ગમે તેટલો તપે પણ ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે


એક તરફ લોકશાહીના પર્વની ઉજવણી છે અને બીજી તરફ મંગ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે મંગળવારે હીટવેવને ધ્યાને ચૂંટ લેતાં સવારના ૭ થી ૧૧ કલાક સુધી મહત્તમ મતદાન થાય તેવી ચૂંટણી પંચે અપીલ કરી છે. જ્યારે ગરમીને પગલે સૂરજ ગમે તેટલો તપે,પણ ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે તે સૂત્ર પણ આપવામાં આવ્યું છે. હીટવેવને પગલે લોકોને સુતરાઉ કપડાં પહેરાવા, માથું ઢાંકેલુ રાખવા અને વધુ પાણી પીવા અપીલ કરાઈ છે. જ્યારે શક્ય હોય ત્યાં સુધી મતદાન મથકે નાના બાળકો લાવવાનું ટાળવા જણાવાયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.