પાણીવેરાની વસૂલાત માટે વધુ ૨ હજાર મિલકતધારકોને નોટિસ
ગાંધીનગર ખાતે પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના તમામ સેક્ટરમાં પીવાનું પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. પ્રતિદિન અઢી કલાક જેટલા સમય માટે માથાદીઠ 240 લિટરથી વધું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ પાણી વેરાની આગોતરી ચૂકવણી કરવા માટે શહેરીજનો બેદરકારી દાખવતાં હોવાનાં કિસ્સા સામે આવતાં તંત્ર પણ આ બાબતે મિલકત ધારકોને નોટીસ ફટકારી રહ્યું છે. અગાઉ નવા સેક્ટરના 2200 લોકોને નોટીસ અપાયા બાદ હાલમાં જ જૂના સેક્ટરના અન્ય 2000 લોકોને તંત્ર દ્વારા વેરો વસૂલવા માટે નોટીસ ફટકારી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.