શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પ્રેરિત ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૩ પંચમહાલનું ત્રિદિવસીય આયોજન. - At This Time

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પ્રેરિત ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૩ પંચમહાલનું ત્રિદિવસીય આયોજન.


ફાઈનલ મેચમાં મોરડુંગરા - ગોધરાનો ભવ્ય વિજય...

ગોધરા

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પ્રેરિત ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૩ પંચમહાલનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યુ હતું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા વગેરે જિલ્લાઓની ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. અને ૧૨ ઓવરની મેચ રાખવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ ચાલી હતી. જેમાં ફાઇનલમાં વિજેતા ટીમ મોર ડુંગરા અને રનર્સઅપ ટીમ સ્વામિનારાયણ પાલ્લીને ટ્રોફી અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટ દરમ્યાન મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી અલગ અલગ ૧૬ ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ખેલદિલી પૂર્વક ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા હતા. જેમાં ફાઇનલમાં મોરડુંગરા અને સ્વામિનારાયણ પાલ્લીની ટીમ વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાયો હતો. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભાવેશભાઈ વિનોદભાઈ પટેલ પલીયડ તથા સંજયભાઈ ચંદુભાઈ પટેલ પરિવાર -મોખાસણ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંતશ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગોધરાના એસ આર પી ગ્રાઉન્ડ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ - અનુજ્ઞાથી ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૩નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવું આયોજન કરતા રહેવું જોઈએ જેથી દરેક સમાજ બંધુઓમાં સંબંધ કેળવાય. યુવાશક્તિને પ્રોત્સાહન મળે, તેમનામાં સંપ, સ્નેહ અને ભાઈચારો કેળવાય તદર્થે આવા જીવન ઉપયોગી કાર્યક્રમો યોજાવા જોઈએ. મેન ઓફ ધ મેચ,મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, રનર્સ અપ ટીમને પણ ટ્રોફી તથા પ્રોત્સાહિત ઇનામો પૂજનીય સંતો મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી વિશ્વેશ્વરદાસજી સ્વામી, શ્રી સનાતનસ્વરૂપદાસજી સ્વામી, શ્રી દિવ્યનિલયદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી હરિપ્રિયદાસજી સ્વામીના હસ્તે આપવામાં આવ્યા હતા.

રિપોર્ટર,વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.