મોડાસા માલપુર હાઇવે ફરીવાર ગોજારો બન્યો ત્રિપલ અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળેજ મોત.
મોડાસા માલપુર રોડ ઉપર આવેલ સાકરીયા ગામના ચાર રસ્તા પર ત્રીપલ અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ,ખાનગી લક્ઝરી બસ અને બાઈક સવાર ત્રણેય વચ્ચે સર્જાયો અકસ્માત.
મોડાસા માલપુર હાઇવે પર સર્જાયો ગોજારો અકસ્માત. બસની ટક્કરથી બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.
માલપુર તરફથી આવતી એસ ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લકઝરી વચ્ચે થયો ભયાનક અકસ્માત.
અકસ્માતમા 2 થી વધુ લોકોના સ્થળ પરજ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહીતી પ્રાપ્ત. અકસ્માતમાં બસ માં મુસાફરી કરી રહેલ મુસાફરો ગંભીર રીતે ઘાયલ. અકસ્માત એટલો ભયાનક હતો કે જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી અને તે વખતે કંઈ જ દ્રશ્ય દેખાતું ન હતું. અકસ્માતમાં ફસાયેલ મુસાફરોને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવ્યા.
અકસ્માત સાકરીયા બસ સ્ટેશન નજીક થયો હોવાની જાણકારી.
અકસ્માત સ્થળે એકઠા થયેલા લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું.
ઈજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
જીતેન્દ્ર ભાટીયા 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.