શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- સોમનાથ શૈક્ષણિક સંકુલમાં સેફટી એન્ડ ઇમરજન્સી રીસપોન્સ માટેની તાલીમ કાર્યક્રમ યોજાયો*
*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- સોમનાથ શૈક્ષણિક સંકુલમાં સેફટી એન્ડ ઇમરજન્સી રીસપોન્સ માટેની તાલીમ કાર્યક્રમ યોજાયો*
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ શૈક્ષણિક સંકુલ માં શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા અનુદાનિત "સેફ્ટી એન્ડ ઇમરજન્સી રીસપોન્સ" માટેની તાલીમ કાર્યક્રમ તા.૦૧/૦૧/૨૦૨૫ ને બુધવારના રોજ એમ.જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ શ્રી સ્વામિનારાયણ બી.એડ .કોલેજમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને પ્રોજેક્ટ મેનેજર અલ્પેશભાઈ કનોડીયા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર વિરલભાઈ જોશી, માસ્ટર ટ્રેનર ઉર્મિલભાઈ પાઠક, ત્રિલોકકુમાર ઠાકર, અંબુજી ઠાકોર દ્વારા આપત્તિ સમયે કઈ રીતે બચી શકાય અને લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગે વાસ્તવિક પરિસ્થિતિમાં કામ આવતી જાણકારી અને કૌશલ્ય ઉપર ભાર મૂક્યો હતો. આકસ્મિત પરિસ્થિતિમાં જન સમુદાયને વધુ સુરક્ષિત તથા સજાગ બનાવવાની દિશામાં આ એક મહત્વ પૂર્ણ પગલું છે.આપત્તિ સમયે શું કાળજી રાખવી, દુર્ઘટના સમયે કેવા પ્રકારની સાવચેતી રાખવી, સ્વ-બચાવ સહિતની ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવેલ.
આ તકે શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ગીર સોમનાથ કો-ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ તેમજ આ સમગ્ર કાર્યક્રમનું કો-ઓર્ડીનેશન કરવામાં આવેલ. આ તાલીમ કાર્યક્રમ બાદ શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા ૮૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સમગ્ર સ્ટાફ માટે ખુબ સુંદર રીતે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થીઓને કીટ (બેગ,પેન,પેડ તથા બુક) આપવામાં આવેલ જેનું વિતરણ શા. સ્વા. ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી રામ સ્વરુપદાસજીના હસ્તે કરવામાં આવેલ શાળા તથા કોલેજનો સમગ્ર સ્ટાફગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એચ. કે. ગજેરા દ્વારા કરવામાં આવેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.