જસદણમાં ગુજરાત ગૌરવ યાત્રાનું અદકેરું સ્વાગત કરાયા બાદ જુના યાર્ડમાં સભા યોજાઈ.
જસદણમાં ગુજરાત ગૌરવ યાત્રાનું અદકેરું સ્વાગત કરાયા બાદ જુના યાર્ડમાં સભા યોજાઈ.
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ડૉ મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં ગુજરાતની વિકાસ ગાથાને ગાવા માટેની સભા યોજાઈ પણ અડધી ખુરશીઓ ખાલી હરૅતા ચૂંટણી ટાણે જ નૅતાઑની ચિંતા વધી 20 વર્ષ જુના કાર્યકર્તાઓની ઉપેક્ષા કરણભૂત હોવાની ચર્ચા.
ચાલુ સભાએ મામલતદાર ની ગાડીમાં આગ લાગતા દોડધામ મચી સ્ટેજ પર જવા ભાજપના જ મહિલા કાર્યક્રૉને અટકાવતા રકજક કુવરજી બાવળીયા ના ઇશારૅ કૉળી સમાજના પ્રમુખ શામજી ડાંગર અનૅ દેવપરા બાખલવડના સરપંચ પ્રતિનિધી નૅ બંધીવાન બનાવ્યા નો ગંભીર આક્ષૅપ જૉયા જૅવી થવાના ભણકારા
જસદણમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું જસદણ તાલુકાના કમળાપુર ગામેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા જસદણ ખાતે પહોંચ્યા બાદ બપોરના 3 વાગ્યે જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સભામાં ફેરવાઈ ગઈ હતી અને ત્યાં નેતાઓએ સભાને સંબોધન કર્યું હતું. આ ગુજરાત ગૌરવ
યાત્રામાં જસદણ-વિંછીયા તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. આ સભામાં જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, પુર્વધારાસભ્ય.ભરતભાઈ બોઘરા, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા આરસી ફળદુ સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે જસદણમાં યોજાયેલ સભા દરમિયાન મોટાભાગની ખુરશીઓ ખાલી નજરે પડતા ઉપસ્થિત આગેવાનોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ
જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન મોટાભાગની
ખુરશીઓ ખાલી નજરે પડી હતી
ચાલુ સભાએ જ મામલતદારની ગાડીમાં વાયરીંગ બળતા બેઘડી અફડાતફડી મચી ગઈ હતી.
જસદણમાં જુના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ ગુજરાત ગૌરવ યાત્રાની સભા દરમિયાન જસદણ મામલતદારની સરકારી ગાડીમાં અચાનક વાયરીંગ બળવા લાગતા ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને આ ઘટનાને પગલે બેઘડી અફડાતફડી મચી ગઈ હતી. જોકે આ સભામાં ઉપસ્થિત ભાજપના આગેવાનોએ તાત્કાલિક લોકોને પીવા માટે રખાયેલા પાણીના કેરબા વડે સળગતા વાયરીંગને ઝડપથી બુઝાવતા આગની મોટી દુર્ઘટના બનતી અટકી જતા સરકારી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાજપની મહિલાઓને પોલીસે સ્ટેજ પાસે જતા અટકાવતા બેઘડી રકઝક થઈ, બાદમાં મામલો થાળે પડ્યો હતો.
જસદણમાં યોજાયેલ સભામાં ભારત માતાકી જય ના નારા સાથે સ્ટેજ તરફ જતી 50 જેટલી ભાજપની મહિલાઓને હાજર સુરક્ષા જવાનો દ્વારા અટકાવવામાં આવતા બેઘડી સુરક્ષા જવાનો સાથે મહિલાઓએ રકઝક કરી હતી. જોકે બાદમાં ઉપસ્થિત ભાજપના આગેવાનો ત્યાં દોડી જઈ સુરક્ષા જવાનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને મહિલાઓને સ્ટેજ નજીક જવા દેવાયા હતા.
અમને કુંવરજીભાઈના કહેવાથી જ પોલીસ સ્ટેશને નજર કેદ રખાયા હતા: શામજીભાઈ ડાંગર-જસદણ-વિંછીયા કોળી સમાજના પ્રમુખ.
બાખલવડ ગામનો જે સૌની યોજનાના પાણીનો પ્રશ્ન હતો તેને લઈને અમે ખેડૂતોની સાથે રહીને આવેદનપત્ર આપ્યું હતું. જેનો રાજકીય ખાર રાખી મને અને બાખલવડ ગામના સરપંચ પ્રતિનિધિ ગોપાલભાઈ પલાળીયાને કાર્યક્રમ પહેલા જ જસદણ પોલીસ સ્ટેશને નજર કેદ કરી રખાયા હતા. અમને કુંવરજીભાઈ બાવળીયાના કહેવાથી જ નજર કેદ કરવામાં આવ્યા હતા. અમે કાર્યક્રમનો કોઈ વિરોધ કરવા માટે પણ નીકળ્યા ન હતા છતાં અમને રાજકીય કિન્નાખોરી રાખી પોલીસ સ્ટેશને નજર કેદ કરી દેવામાં આવ્યા હતા.
નરૅશ ચૉહલીયા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.