ક્રિકેટ ટીમના ખેલાડીઓ ટ્રોફી સાથે ડિવિઝનલ ઓફિસ પહોંચ્યા,ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા
ક્રિકેટ ટીમના ખેલાડીઓ ટ્રોફી સાથે ડિવિઝનલ ઓફિસ પહોંચ્યા,ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા
વેસ્ટર્ન રેલવે પર ઈન્ડિયન રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓર્ગેનાઈઝેશન(IRTCSO)દ્વારા રાજકોટમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાવનગર મંડળે શાનદાર પ્રદર્શન કરી રનર્સ અપ,મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પ્રાપ્ત કરી હતી.વિજેતાની ટ્રોફી મુંબઈ ડિવિઝનને પ્રાપ્ત કરી હતી આ ટુર્નામેન્ટમાં ભાવનગર રેલ્વે મંડલના ખેલાડીઓએ 6 મેચ રમી જેમાંથી ભાવનગરની ટીમના ખેલાડીઓએ 4 મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યો.કુલદીપસિંહ ગોહિલ અને ચેતન રાજપુરાને એક-એક મેચમાં મેન ઓફ ધ મેચ જ્યારે અજય સોલંકીને બે મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.ભાવનગર મંડલના કુલદીપસિંહ ગોહિલને પણ બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે ખેલાડીઓ 10 એપ્રિલ,2024(બુધવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસમાં ટ્રોફી સાથે પહોંચ્યા ત્યારે ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે તમામ ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.