છ દિવસમાં રસ્તે રઝળતા વધુ 273 પશુઓ પકડાયા
મહાનગરમાં સઘન બનાવવામાં આવેલી ઢોર પકકડ ઝુંબેશ અંતર્ગત છેલ્લા છ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી રસ્તે રખડતા ર73 પશુ પકડીને ડબ્બે મોકલવામાં આવ્યા છે. રામનાથપરા, જાગનાથ પ્લોટ, તથા આજુબાજુમાંથી 8 પશુઓ, રામેશ્વર પાર્ક, ગોપાલ ચોક તથા આજુબાજુમાંથી 7, વિવેકાનંદનગર, નંદા હોલ, રાધા કૃષ્ણનગર, સહકાર રોડ વિગેરે વિસ્તારોમાંથી 24, તિરૂપતિ સોસાયટી, સ્વાતિ પાર્ક, કોઠારીયા સોલવન્ટ, ગણેશનગર, રસુલપરા તથા આજુબાજુમાંથી 22, માંડા ડુંગર, રામનગર, ગ્રીન લેન્ડ ચોકડી, જડેશ્વર, શ્યામ પાર્ક તથા આજુબાજુમાંથી 20, જીવરાજ પાર્ક, કણકોટ પાટીયા, મવડી તથા આજુબાજુમાંથી 46, ચુનારાવાડ, થોરાળા, ગુજરાત હાઉસીંગ સોસાયટી તથા આજુબાજુમાંથી 8, રૈયા ગામ, તથા આજુબાજુમાંથી 14, વેલનાથ, રંભામાની વાડી તથા આજુબાજુમાંથી 37 તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 273 પશુઓ પકડવામાં આવ્યાનું ઢોર પકકડ વિભાગે જણાવ્યું હતું. રાજય સરકાર અને હાઇકોર્ટ દ્વારા રસ્તા પરથી ઢોરનો જોખમી ત્રાસ દુર કરવા કડક પગલાની સુચના આપવામાં આવી છે ત્યારે આ ડ્રાઇવ કડક બનાવાઇ છે. તેમાં પણ ઢોર પકકડ ટીમ પર હુમલા બાદ ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામ ત્રણે શીફટમાં ચાલી રહ્યું છે તે ઉલ્લેખનીય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.