શહેરા તાલુકાના જુના નાડા ગામે રસ્તાના અભાવે સ્કૂલના બાળકોને કિચ્ચડ માંથી જવાનો વારો આવ્યો
શહેરા
સરકારશ્રી દ્વારા અવનવી યોજનામાં રસ્તા પાણી લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં પાડવાના દાવા કરી રહ્યા છે ત્યારે શહેરા તાલુકાના જૂના નાડા ગામે આવેલા બસ સ્ટેશનથી પટેલ ફળિયાને જોડતા રોડ ન હોવાના કારણે સ્કૂલના બાળકો તથા ૫૦ જેટલા ઘરના માણસોને અવર-જવર કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને પટેલ ફળિયાના માણસોએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષ ઉપરાંત તેમણે રસ્તા માટે વલખા મારવા પડે છે મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળી પણ શકાતું નથી અને ચાલતા ચાલતા જવું હોય તો કિચ્ચડ માંથી જવું પડી રહ્યું છે ઘણી વખત તો મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે મોટરસાયકલ સાથે માણસો પણ લપસીને પડી જતા હોય છે પટેલ ફળિયામાં તથા તલાર ફળિયામાં ઈમરજન્સી સેવા માટે 108 પણ પહોંચી શકે તેવી સુવિધા પણ નથી જો કોઈ બીમાર હોય તેમને સારવાર માટે ઉંચકીને ખાટલામાં લઈ જવું પડતું હોય છે અને જૂના બસ સ્ટેશન સુધી ચાલતા લઈ જવા પડતા હોય છે ત્યારે પટેલ ફળિયા તેમજ તલાર ફળિયાના માણસોની એ માંગણીઓ છે કે તેમને વહેલી તકે રોડની સુવિધા મળે..
બોક્સ.
પટેલ દુર્ગાબેન વખતસિંહ
જુના બસ સ્ટેશનથી નદી સુધીનો રોડ તમને જોઈએ છે આ રોડ પર મોટર સાયકલ તો શું પણ સાયકલ લઈને પણ જઈએ તો પડી જવાનો ભય થાય છે નાના નાના બાળકો સ્કૂલમાં જવા માટે અવર-જવર કરતા હોય છે સ્કૂલમાં જવા માટે નાના બાળકો આવા કિચડમાં થઈ જતા હોય છે હાલમાં ચાલી ગરમ રૂપાળો ફાટી નીકળ્યો છે ત્યારે અમારા વિસ્તારમાં ઘણા એવા બાળકો આવા રસ્તા પરથી જાય છે અને તે બીમાર પડે તો કોની જવાબદારી નહીં તે કોઈ આરોગ્ય વાળા જોવા આવતા નહીં તો કોઈક તાલુકા માંથી કે કોઈ જિલ્લામાંથી જોવા નથી આવતા અને આ રસ્તો 20 વર્ષ ઉપરાંત ઉપરાંત બનેલ નથી અમે આવા કિચડ વાળા અને કાચા રોડ પરથી અવર-જવર કરીએ છીએ તમારી ફક્ત એ જ માંગણી છે કે નાડા જુના બસ સ્ટેશનથી નદી સુધીનો રસ્તો મળે
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.