ભાસ્કર સાથે વાતચીતમાં ખડગેએ કહ્યું- 400 પારનો ભાજપનો દાવો મજાક:I.N.D.I.A. 300થી વધારે સીટ જીતશે, અમારા માટે જનતા પોતે ચૂંટણી લડી રહી છે
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે દેશમાં વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ની તરફેણમાં અન્ડરકરન્ટ છે. ભાજપને બહુમત મેળવતા રોકવામાં અમે સફળ થઈશું. ખડગેએ કહ્યું કે અમારા માટે જનતા પોતે ચૂંટણી લડી રહી છે અને વિપક્ષી ગઠબંધન 300 કરતા વધારે સીટ જીતીને સરકાર રચશે એ નક્કી છે. લોકસભા ચૂંટણીના પ્રથમ પાંચ તબક્કા બાદ રાજકીય ગણિત અને હવેની રણનીતિ વિશે ખડગે સાથે ભાસ્કરના મુકેશ કૌશિક અને સુજીત ઠાકુરે વાતચીત કરી હતી. વાંચો મુલાકાતના અંશ... આ વખતે 2019 કરતાં વધારે કૉમ્પિટિશન છે. મોદીજીને ખબર છે કે તેથી જ વધારે મહેનત કરી રહ્યા છે. ભાજપ ઑવર કૉન્ફીડન્સમાં હતો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને કારણે અમને એ સમુદાયોનું સમર્થન મળ્યું જે અગાઉ નહોતું. એ પછી વિપક્ષી નેતાઓએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. 400 પાર તો મજાક છે. તેમની હવા 2014 અને 2019માં હતી. તમિલનાડુ, કેરળમાં તેમનો આધાર નથી. સાઉથમાં કશું મળી શકે એમ નથી. છત્તીસગઢ, એમપી, રાજસ્થાનમાં અમે વધારે સીટ જીતી રહ્યા છીએ. ઓડિશામાં પણ સ્થિતિમાં સુધાર છે. તેલંગાણા,મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સીટ વધી રહી છે. તેમની સીટો ઘટી રહી છે. મતદાનના આંકડા જાહેર કરવામાં વિલંબ થતા મેં પંચને પત્ર લખ્યો હતો. તેમણે મારા પર જ સવાલ કર્યા હતા. બાદમાં સુપ્રીમકોર્ટે પૂછ્યું કે મતદાનના આંકડા એ જ દિવસે કે બીજા દિવસે જાહેર કરવામાં શું મુશ્કેલી છે? ફટકાર લાગતા બધા બોલવા લાગ્યા હતા. ના. અમને લોકશાહી સંસ્થાઓ, ચૂંટણી પંચ અને મતદાન કર્મચારીઓ, જિલ્લાના ડીએમ દરેક પર ભરોસો છે. આશાથી આંગણવાડી કર્મચારી સુધી દરેક પર ભરોસો છે. બધાને બ્લેમ કરતા યોગ્ય નથી. એ સ્થિતિ પર નિર્ભર છે. જો તમે ઇવીએમને ઉઠાવીને લઈ જશો, કાઉન્ટિંગ વખતે ગેરરીતિ કરો તો જોઈ લઈશું. પરિસ્થિતિ જણાવશે. બન્નેની તુલના થઈ શકે એમ નથી. અટલ-અડવાણી અલગ હતા. તમારી પાસે બે ભેંસ હશે તો એક કોંગ્રેસ લઈ લેશે એવી વાતોની કલ્પના અટલજીના સમયમાં કરી શકાય નહીં. સૌને ખબર છે કે તેઓ જુઠ્ઠુ બોલી રહ્યા છે. ઓબીસી, દલિતોને લાંબી પ્રક્રિયા બાદ અનામત મળે છે. તેમના આરોપો આધારવિહીન છે. મોહન ભાગવતે આ વાત કહી હતી. જે સંગઠન પીએમ બનાવે છે એ જ આવું બોલે તો અમારું બોલવું શું ખોટું છે? લોકોને ખ્યાલ આવી ગયો છે કે તેમનો હક આંચકી લેવાશે. મોદીજીની મંશા સારી હોત તો બંધારણ બદલવાની વાતો કરનારને પાર્ટીમાંથી હાંકી કાઢતા. કોઈપણ ગૃહમંત્રી કૉ-ઓપરેટિવ મંત્રી નથી. તેઓ તમામ સત્તા હાથમાં રાખવા માગે છે. નબળા વર્ગને નોકરીઓ આપી શકતા નથી. એ પણ બંધારણનો અનાદર છે. બંધારણીય પદો પર નિમણૂંકમાં બુલડોઝિંગ કરે છે. હાલની સ્થિતિમાં ઇન્ડિયા ગંઠબંધન 300 પાર કરી રહ્યું છે. એ પછી જેઓ જોડાશે એ વધારાની સીટો હશે. બાકી આંકડા આવ્યા પછી બેસીને ગઠબંધનની વાત કરીશું. જેમ સોનિયાજીના સમયે થયું હતું એમ. મારી પાર્ટીના નેતા પીએમ બનશે તો મને આનંદ થશે. પણ ગઠબંધન મળીને નક્કી કરશે. નિર્ણય એકતરફી નહીં હોય. અમે જે આશંકા વ્યક્ત કરી હતી એ થશે. બંધારણના ચિંથરા ઉડાવી દેશે. લોકશાહી નહીં રહે. અધિનાયકવાદી શાસન આવશે. આ પોલિસી મેટર છે. દેશ ચલાવવા માટે જે નિયમો યોગ્ય છે તે યથાવત રહેશે. ભાજપે સત્તા હાથમાં રાખવા માટે જે નિયમો બનાવ્યા હતા એ દૂર કરવામાં આવશે. તમે જુઓ નેતાઓની સંખ્યા પણ ઓછી છે ને. ઓછી સંખ્યા છતાં નેતાઓને જેલમાં પુરી દેવાય છે. જેથી પ્રચાર કરે નહીં. આ તમે એમને પૂછો એ જ બહેતર છે. રાહુલજી રાયબરેલીથી લડી રહ્યા હોવાથી અમને ફાયદો થયો છે. સ્ટાર પ્રચારક તરીકે દેશભરમાં પ્રિયંકાજીની માગ રહી છે. જે જતા રહ્યા એ જતા રહ્યા. હું, રાહુલજી, સોનિયાજી અમે બધા વિચારધારાને લઈને ચાલી રહ્યા છીએ. જે ભાગી ગયા એ તકવાદી હતા. આ બધી બકવાસ વાતો છે. લોકોની લાગણી સાથે રમત કરવા આવી વાતો થઈ રહી છે. તાળા મારવાની કે બુલડોઝર ચલાવવા વિશે કોઈ બેવકૂફ પણ વિચારે નહીં. રાજકારણ જો અને તોથી નથી ચાલતું. પૂરતા નંબર આવ્યા બાદ મળીને નિર્ણય લઈશું. જો હું એમ કહી દઉં કે હા, હું તૈયાર છું તો આ બધા બાલીશ વાતો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.