આંબેડકર વિવાદ પર સંસદ બહાર વિપક્ષનું પ્રદર્શન:રાહુલ-પ્રિયંકા વાદળી કપડાં પહેરીને પહોંચ્યા, કોંગ્રેસે કહ્યું- ગૃહમંત્રી માફી માગે
આજે ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદળી કપડા પહેરીને પહોંચ્યા હતા. આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. જે બાદ બંને ગૃહની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી પડી જતા તેમને માથામાં ઈજા થઈ હતી. બેદમાં તેમને સારવાર માટે વ્હીલચેરમાં લઈ જવામાં આવ્યા હતા. સારંગીએ આરોપ લગાવ્યા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા તેઓ પડી ગયા હતા. તેમણે કહ્યું કે રાહુલે કેટલાક સાંસદને ધક્કો માર્યો. તે સાંસદ તેમના પર પડ્યા, જેના કારણે તેઓ પડી જતા ઈજા થઈ હતી. 18 ડિસેમ્બરે પણ આંબેડકરના અપમાન મામલે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો. વિપક્ષના સાંસદોએ ગૃહમાં જય ભીમ અને માફી માગોના નારા લગાવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના નિવેદનને તોડી-મરોડીને રજુ કરે છે. જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે અમિત શાહના નિવેદનની માત્ર 10-12 સેકન્ડની વીડિયો ક્લિપ બતાવીને વિપક્ષના નેતા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિવાદ ઊભો કરી રહ્યા છે. ખરેખરમાં, 17 ડિસેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું- હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર... જો તમે આટલું નામ ભગવાનનું લીધું હોત, તો તમે સાત જન્મો સુધી સ્વર્ગ મળી ગયું હોત.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.