દહેગામ નાં લીહોડામાં લઠ્ઠાકાંડ સર્જાયો એક દિવસ માં બે વ્યક્તિના મોત ત્રણ લોકો સારવાર હેઠળ
દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશન ની હદમાં આવતા લીહોડા ગામમાં ઉત્તરાયણ નાં દિવસે જ લઠ્ઠાકાંડ સર્જાતા બે વ્યક્તિઓના મોત થતા ગામમાં પોલીસ તંત્ર ઉપર રોષની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ નાં લીહોડા ગામમા દેશી દારૂ પીવાથી એક જ દિવસમાં બે વ્યક્તિનું મોત થતા અને ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે ગાંધીનગર રીફર કરવામાં આવ્યા છે જેમાં મૃતક વિક્રમસિંહ રંગતસિંહ (ઉંમર 35)રહે લીહોડા જયારે કાનસિંહ ઉમેદસિંહ ઝાલા રહે (ઉંમર 42 રહે પાનાના મુવાડા )નું મોત થયું છે જયારે અન્ય ત્રણ વ્યક્તિઓની તબિયત લથડતા તેમને વધુ સારવાર માટે ગાંધીનગર રીફર કરવામાં આવ્યા છે. મૃતક યુવાનની લાશને પોસ્ટમોટમ અર્થે લઇ જવામાં આવ્યા જ્યાં પી એમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે દારૂમાં ઝેર સાથે દારૂનું વેચાણ કરવામાં આવ્યું હતું સાથે રખિયાલ પોલીસનો કાફલો પણ ગાંધીનગર રેન્જ આઇજી સાથે લીહોડા ગામમાં પહોંચી ચુક્યો છે પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું ધૂમ વેચાણ થાય છે જે માત્ર લઠ્ઠાકાંડ થાય ત્યારે જ બહાર આવે છે જયારે રખિયાલ આજુબાજુના ગામડાઓમાં દેશી દારૂનું ખુબ મોટા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યું છે જે ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.