રાજકોટ સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં એસી બંધ, દર્દીઓ પરેશાન, કોંગ્રેસ નવું એસી આપવા પહોંચી, પણ સ્વીકાર્યું નહીં
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં અનેક વખત એસી બંધ થયાની ઘટના બની છે. આજે પણ ઇમરજન્સી વોર્ડમાં 5થી 6 એસી છે પણ તેમાં મોટાભાગના એસી બંધ છે. દર્દીઓ ઘરેથી પંખા લઇ આવે છે તો અમુક દર્દીઓએ ભાડે પંખા લીધા છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી. બીજી તરફ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટની ચેમ્બરમાં ત્રણ-ત્રણ એસી છે. ત્રણેય ચાલુ કન્ડિશનમાં છે. આ પહેલા પણ સાંસદ મોહન કુંડારિયાને રજૂઆત કરી હતી. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ નવું એસી આપવા સિવિલ હોસ્પિટલ પહોંચી આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. હજુ જરૂર પડશે તો વધુ એસી આપવાનું કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું. પરંતુ સિવિલ તંત્ર દ્વારા આ એસી સ્વીકારવામાં આવ્યા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.