બાકી રૂ. 21 લાખ આપી તમારા છોકરાને લઇ જજો: ભટારના કેમિકલ વેપારીનું નાંણાકીય લેતીદેતીમાં મિત્રોએ અપહરણ કરી 9 દિવસ ગોંધી રાખ્યો
- 22 વર્ષના આકાશ જૈનને કામના બહાને મોપેડ પર ઉપાડી ગયા હતાઃ પિતાને ફોન કરી રડતા રડતા ઘટના જણાવી, પોલીસે ત્રણે ઝડપી લીધાસુરતભટારના નારાયણ નગરમાં રહેતા કેમિકલ વેપારીને નાંણાકીય લેતીદેતીના વિવાદમાં તેના જ આર્કીટેક્ચર મિત્ર સહિત ત્રણ જણાએ અપહરણ કરી 9 દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. જો કે અપૃહ્રત વેપારીએ ફોન પર રડતા રડતા પોતાને મુક્ત કરાવવા પિતાને આજીજી કરતા છેવટે ફરીયાદ નોંધાવતા ખટોદરા પોલીસે અપૃહ્રતને મુકત કરાવી અપહરણકારોની ધરપકડ કરી હતી. ભટાર સ્થિત શ્રીરામ માર્બલ નજીક નારાયણ નગરમાં રહેતા કેમિકલ વેપારી આકાશ દેવીલાલ જૈન (ઉ.વ. 22 મૂળ રહે. નારદાસકા ગોડા, તા. ભીમ, જિ. રાજસમદ, રાજસ્થાન) નું ગત 13 ઓગસ્ટના રોજ તેનો મિત્ર કેવીન નિર્ભય દેસાઇ (રહે. ઠાકોરબાગ સોસાયટી, સાઉથ ઝોન ઓફિસ નજીક, ઉધના) કામના બહાને મોપેડ નં. જીજે-5 એફડબલ્યુ-2369 પર લઇ ગયા બાદ અપહરણ કર્યુ હતું. મોડી સાંજ સુધી આકાશ પરત આવ્યો ન હતો પરંતુ રાતે 8 વાગ્યે આકાશના મિત્ર પ્રશાંત પ્રસન્ન નાયર (રહે. કેવલ આવાસ, ડીંડોલી) એ કોલ કરી આકાશના કપડા લઇ તેના પિતા દેવીલાલને ઉધના-મગદલ્લા રોડ બ્રેડલાઇનર સર્કલ પાસે બોલાવ્યા હતા. જયાં દીપેશ નામના યુવાનના મોબાઇલ પરથી દેવીલાલ સાથે વાત કરી પ્રશાંતે ધમકી આપી હતી કે `મેં તમારા છોકરાને ધંધા માટે 18 લાખ રૂપિયા અને મારા મિત્ર સાંઇકુમાર શ્રીનિવાસ તારાપલ્લી (રહે. બિલીયાનગર, નવાગામ-ડીંડોલી) એ 3 લાખ રૂપિયા આપ્યા છે, જે હજી સુધી ચુકવ્યા નથી, આ રૂપિયા આપી તમારા છોકરાને લઇ જજો`. જેથી આકાશના પિતા ચોંકી ગયા હતા અને પુત્રનું દેવું ચુકવવા દોડધામ શરૂ કરી હતી. પરંતુ લાખ્ખોની રકમ એક્ઠી થઇ શકી ન હતી. બીજી તરફ સતત 9 દિવસ સુધી અજ્ઞાત સ્થળે રાખવામાં આવેલા આકાશને સમયાંતરે તેના પિતા સાથે વાત પણ કરાવતા હતા. પરંતુ બે દિવસ અગાઉ આકાશની તબિયત બગડતા અને પોતાને મુક્ત કરાવવા માટે રડતા છેવટે પિતાએ ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કેવીનને સકંજામાં લઇ પ્રશાંત અને સાંઇકુમારની ધરપકડ કરી આકાશને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. ત્રણ અપહરણકાર પૈકી પ્રશાંત નાયર આર્કીટેકનાંણાકીય લેતીદેતીમાં કેમિકલ વેપારી આકાશનું અપહરણ કરનાર ત્રણ મિત્રોને પોલીસે કોર્ટમાં રજૂ કરી 1 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. જયારે પૂછપરછમાં ત્રણ પૈકી મુખ્ય સૂત્રધાર પ્રશાંત નાયર આર્કીટેક છે જયારે સાંઇકુમાર કન્સ્ટ્રક્ટ સાઇટ પર સુપરવાઇઝર છે. પ્રાથમિક તપાસમાં અપૃહ્રતને ખટોદરા પોલીસ સ્ટેશનની સામે હોટલમાં ગોંધી રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.