દેશની પ્રથમ નોઝલ કોરોના વેક્સિનનું ટ્રાયલ પૂર્ણ : બૂસ્ટર ડોઝ તરીકે અપાશે આ રસી
નવી દિલ્હી,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર દેશને અત્યાર સુધીની સૌથી ભયાનક મહામારી માટેની પ્રથમ નોઝલ વેક્સિન મળી ગઈ છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આ વેક્સિનનું ત્રીજું અને અંતિમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.ભારત બાયોટેકે દેશની પ્રથમ નાકથી આપવાની થતી કોરોના રસી, BBV-154ના ત્રીજા તબક્કાના ટ્રાયલને સફળતાપૂર્વક પાર કર્યું છે. જોકે આ નોઝલ વેક્સિન કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે. BBV154 વેક્સિસન પરીક્ષણમાં સુરક્ષિત, સહન કરી શકાય એવી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય દર્શાવવામાં આવી છે. આ નાકની રસી ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે.અહેવાલો અનુસાર BBV-154 નેઝલ વેક્સિન પ્રથમ અને બીજા ક્લિનિકલ ટ્રાયલમાં સફળ થઈ હતી અને આજે આઝાદીના પર્વ પર ત્રીજા ટ્રાયલમાં પણ સફળ થઈ છે. દેશમાં જે લોકો અગાઉ પ્રથમ અને બીજી રસી મેળવી ચૂક્યા હતા, તેમાં ત્રીજા અથવા બૂસ્ટર ડોઝ તરીકે આ ત્રીજા ટ્રાયલ પેટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.ત્રીજા તબક્કાના રસીના ટ્રાયલનો ડેટા માનવ ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીને મોકલવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.