શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળા ખાતે શિક્ષકોની જિલ્લા બદલી થતા શિક્ષકોના વિદાય પ્રસંગની શાળાના પટાંગણમાં કચ્છી પરંપરા મુજબ ઢોલ-શરણાઈના સુરે ગામ લોકોની ઉપસ્થિતી માં ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.
તારીખ 26/08/2023 ને શનિવારના દિવસે ભચાઉ તાલુકાની શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળા ખાતે શિક્ષકોની જિલ્લા બદલી થતા શિક્ષકોના વિદાય પ્રસંગની શાળાના પટાંગણમાં કચ્છી પરંપરા મુજબ ઢોલ-શરણાઈના સુરે ગામ લોકોની ઉપસ્થિતી માં ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.
શાળાના આચાર્યશ્રી જે.બી.રાઠોડ સાહેબ તેમજ સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.
બદલી પામેલ શિક્ષકશ્રીઓ શ્રીમતી ગીતાબેન સી. ચૌહાણ,શ્રીમતી રીંકુબેન કે.ઝાલા,શ્રી નીતિનભાઈ એ. વાઘેલા,શ્રી રતુભાઈ કે, પટેલ અને શ્રી વિશાલભાઈ જે. ગોહેલ ની ભવ્ય કાર્યક્રમ થી વિદાય આપી હતી,
આ કાર્યક્રમની શરૂઆત ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી સુલેમાનભાઈ ઘધડા,એસ.એમ.સી સભ્યો તથા
ગામના આગેવાનોનું કુમકુમ તિલક કરી હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી શાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના ગીત સાથે કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત, ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વાગત ગીત નૃત્ય સાથે ખૂબ સરસ રજૂ કર્યું
હતું.
વધુમાં શાળાના આચાર્યશ્રી ની આગવી શૈલી મુજબ કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા થયું
હતું. પધારેલ મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન થયું હતું. અને શાળાની વિદ્યાર્થીનીઓ ના ભાવુક મુખેથી વિદાયમાન શિક્ષકશ્રીઓના ગુણગાન ગવાયા હતા.અને શાળા તરફથી સન્માન પત્ર એનાયત કરી બિરદાવ્યા હતા, અને સમયસંજોગોનુસાર શાળાના આચાર્યશ્રી દ્વારા ભાવુકતાથી વિદાયગીત ગવાયું હતું તે સાંભળી ઉપસ્થિત સૌ કોઈ આંસુને રોકી શકતું ન હતું.
અને ગામ લોકો, ઉપસ્થિત સૌ મહેમાનો તરફથી વિદાયમાન શિક્ષકશ્રીઓ નું શાલ ઓઢાડી અને ભેટ આપી
સન્માનિત કર્યા હતા.
અંતમાં આભારવિધિ કરી વિદાયમાન શિક્ષકશ્રીઓ ને ઢોલ-શરણાઈ વગાડી શાળાના મુખ્ય દ્વાર સુધી ભાવુકતાથી વિદાય આપવામાં આવી હતી. અને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ મુજબની એક ઐતિહાસિક કહી શકાય તેવી વિદાયની શરૂઆત થઈ છે.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.