સિવિલ હોસ્પિટલમાં અધિક કલેકટર ચેતન ગાંધીનું સરપ્રાઈઝ ચેકીંગ
સિવિલ હોસ્પિટલમાં આજે અધિક કલેકટર ચેતન ગાંધીએ સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. તેમણે આડેધડ કામગીરી જોઈ સ્ટાફનો ઉધડો લીધો હતો. સ્વચ્છતા, રજીસ્ટર નિભાવ વગેરે બાબતે સવાલો પૂછતાં કર્મચારી-અધિકારીઓ મૌન થઈ ગયા હતા. રેસિડન્ટ ડોકટરો રજીસ્ટર જાળવતા ન હોય આરએમઓને કડક સૂચના અપાઈ હતી.
સૌરાષ્ટ્રની અગ્રગણ્ય સિવિલ હોસ્પિટલમાં અધિક કલેકટર ચેતન ગાંધીએ આજે સરપ્રાઈઝ વિઝિટ હાથ ધરી હતી.
જેના કારણે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અધિક કલેક્ટરે ઇમરજન્સી વોર્ડમાં ફાઈલોની ચકાસણી કરી નિયમાનુસાર કામગીરી થાય છે કે નહી તે રીતે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
રજીસ્ટર મેઇન્ટન અંગે સવાલ પૂછતા ઇમરજન્સી વોર્ડમાં રહેલ કર્મચારી સવાલનો જવાબ આપી શકયા ન હતા. રેસીડેન્સીયલ ડોકટર તેમજ ઈમરજન્સી વોર્ડમાં નિષ્ણાત તબીબ ક્યારે આવે છે. ક્યારે જાય છે? કઈ રીતે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. તે અંગે તાગ મેળવ્યો હતો. સાથોસાથ ઇમરજન્સી વોર્ડમાં સ્વચ્છતા અંગે સ્ટાફને ખખડાવ્યા હતા. વ્યવસ્થિત સફાઈ કેમ નથી થતી કહી એસઆઈનો ઉધડો લીધો હતો.
સિવિલમાં દર્દીઓને પડતી હાલાકીનો તાગ મેળવ્યો હતો. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સિંગ પણ ઉપસ્થિત રહ્યાં હતા. દર્દીઓને સિવિલમાં પડતી હાલાકી અંગે આરએમઓને સ્પષ્ટ સૂચના આપી કામગીરી ઢીલાશ ન કરવાનું જણાવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.