મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ - At This Time

મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ


(અસરફ જાંગડ દ્વારા)
મારામારી ના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે મારામારી ના ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને બોટાદ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી. સોલંકી નાઓ દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ કિશનભાઇ ઉર્ફે ડગો ધીરૂભાઇ જમોડ રહે.હડદડ ગામ, તા.જી.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી જીન્સી રોય સાહેબ નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.જી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા મજકુર કિશનભાઇ ઉર્ફે ડગો ધીરૂભાઇ જમોડ રહે.હડદડ ગામ, તા.જી.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.