વાલિયા તાલુકાના સોડગામ ખાતે બ્લોક હેલ્થ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વાલિયા તાલુકાના સોડગામ ખાતે બ્લોક હેલ્થ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરી પ્રત્યેક જવાબદાર નાગરિક આગળ આવી પોતાની ફરજ અદા કરશે તેવી પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ઝુંબેશનો શુભારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉર્જાવાન આગેવાની હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલિત આરોગ્ય વિભાગના સહયારા પ્રયત્નો થકી તાલુકા હેલ્થ કચેરી નેત્રંગ દ્વારા બ્લોક હેલ્થ મેળાનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાસવડ ખાતે રાખવામાં આવ્યું હતું. બ્લોક હેલ્થ મેળાને મહાનુભાવો દ્વારા દિપપ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કિસન વસાવા, સોડ ગામના સરપંચ સર્જનબેન વસાવા, શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ રાણા, તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ અને પારુલ સેવા શ્રમન તબીબો સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા
આ મેળામાં લાભાર્થીઓને યુનિક હેલ્થ આઈડી કાર્ડ,PMJAY કાર્ડ કઢાવવું તેમજ જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન લેબોરેટરી સેવાઓ મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી પાડવી અને નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ,બીપી, કેન્સર,માનસિક રોગોનું નિદાન ચેપી રોગો અને બિનચેપી રોગોના અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહીતી પૂરી પાડી.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડી. પ્રજનન અને બાળ આરોગ્ય કુટુંબ કલ્યાણ શાળા,આરોગ્ય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ,ટી.બી મુક્ત ભારત વગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.તમાકુ આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.