પ્રાંતિજના માર્કેટ યાર્ડ ખાતે ટ્રેક્ટરની સ્થળ તપાસણી કેમ્પ યોજાયો
*પ્રાંતિજના માર્કેટ યાર્ડ ખાતે ટ્રેક્ટરની સ્થળ તપાસણી કેમ્પ યોજાયો*
*****
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના માર્કેટ યાર્ડ ખાતે તા.૧૫/૧૨/૨૦૨૨ના રોજ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી યોગેશભાઇ ગઢવી અને ખેતીવાડી વિસ્તરણ અધિકારીશ્રી હિરેનભાઇ પટેલ દ્વારા મળવાપાત્ર સબસીડી ટ્રેક્ટરની સ્થળ તપાસણી કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા ખરીદી કરવામાં આવેલા ટ્રેક્ટરો છે તે પૈકીના ૨૦૪ જેટલા ટ્રેક્ટરનું સ્થળ પર નિરીક્ષણ કર્યુ હતુ. અને હવે પછી સબસીડી હેઠળ લાભ મેળવવાપાત્ર ખેડૂતોને ટ્રેક્ટર સુપ્રત કરવામાં આવશે. ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભ ખેતીવાડી ખાતા દ્વારા આપવામાં આવે છે. જેમાં ખેતીવાડી,પશુપાલન, બાગાયતી તેમજ અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં આ યોજનાઓ પૈકી ખેતીવાડી યોજના અંતગર્ત ખેડૂતોને અન્ય સહાયની સાથે ટ્રેક્ટર સહાયનો લાભ પણ આપવામાં આવે છે. જેમાં ખેડૂતને સરકારી ધારાધોરણ પ્રમાણે ૪૫ હજાર થી ૬૦ હજાર સુધીનો સબસીડીનો લાભ આપવામાં આવે છે. સબસીડીમાં મળતી સહાયના નાણા ખેડૂત લાભાર્થીના બેન્ક ખાતામાં સીધા NEFT દ્વારા સીધા જમા કરવામાં આવશે. તેમ પ્રાંતિજ તાલુકાના ગ્રામસેવકશ્રીઓ તથા ખેતીવાડીના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.