શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર શિશુવિહાર ના ઉપક્રમે જાગ્રત વાલી માટે બાળ ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર શિશુવિહાર ના ઉપક્રમે જાગ્રત વાલી માટે બાળ ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયો


ભાવનગર શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર શિશુવિહાર ના ઉપક્રમે જાગ્રત વાલી  પ્રવૃત્તિ અંતર્ગત  દિવાળીના વેકેશન દરમિયાન વાલીઓ માટે બાલ ઉછેર વિશે તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો..... 

શિશુવિહાર ક્રીડાંગણ અને બાલમંદિરના વાલીઓ માટેના આ કાર્યક્રમમાં 39 વાલીઓ તેમજ બાળકોએ  ભાગ લીધો હતો અને પપેટ્સનો ઉપયોગ, બાળનાટક, બાળવાર્તા, ક્રાફટ તેમજ બાળઅભિનયગીત  વિષય ને લગતા કાર્યક્રમો દ્વારા સ્વસ્થ બાળ ઉછેરમાં મા- બાપની ભૂમિકા વિશે પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યથી પ્રશિક્ષિત થયા હતા... સર્વશ્રી  પ્રવીણાબેન બારભાયા, શ્રી ધૈર્યભાઇ વ્યાસ, શ્રી ધૃતિબેન વ્યાસ, શ્રી પ્રીતિબેન ભટ્ટ તેમજ શ્રી કમલાબેન બોરીચાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શિબિર ના અંતે વાલીઓને પુરસ્કૃત  કરવામાં આવ્યા હતા તેમજ નિયમિત રીતે અપાતા પોષક આહાર ને સાંકળી બાળકો સાથે રહી કરવામાં આવ્યું  હતું . કાર્યક્રમનું સંકલન શ્રી પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.