બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જીવામૃત બેરલ પ્રોગામ વિષયે ખેડૂત સેમિનાર

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જીવામૃત બેરલ પ્રોગામ વિષયે ખેડૂત સેમિનાર


બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરા તાલુકાના રફાળા ગામે એક ખેડૂત સેમીનાર નું આયોજન કરવામાં આવેલ. જેમાં જીવામૃત બેરલ પ્રોગ્રામ વિષયક માહિતી આપવામાં આવેલ.  આજે દિન પ્રતિદિન રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નો વપરાશ વઘી રહ્યો છે, પરીણામે ખેતી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.પ્રકુતી ની સમતુલા જોખમાય રહી છે, માનવજાત નું આરોગ્ય જોખમાય રહ્યું છે, ખેત ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, તેવા સમયે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અભિયાન ને વધારે મજબૂત બનાવવા ની જરૂર છે, જે માટે પ્રસાદ ગ્રૂપ અમદાવાદ ના સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા જે જીવામૃત બેરલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે સૌ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે. આ સંસ્થા એ ૧૨૫ ખેડૂતો ને બેરલ ભેંટ આપી, જે નૂતન અભિગમ સાથે  પ્રાકૃતિક કુષિ અભિયાન ચલાવી રહેલ છે, તે અંતર્ગત બગસરા તાલુકાના રફાળા ગામે એક સફળ ખેડૂત સેમીનાર યોજાઇ ગયો. જેમાં જીવામૃત પ્રયોગ ના સફળ ખેડૂતો એ અરસ પરસ પોતાના અનુભવો  વ્યક્ત કરેલ, જેમાં વિવિધ તજજ્ઞો એ જરૂરી માર્ગદર્શન આપી, ૭૦  જેટલા ખેડૂતો એ વઘારે સારી રીતે આ અભિયાન ને આગળ ધપાવવા સંકલ્પો કરેલ, તેમ બ્રીજેશભાઈ વઘાસિયા ની યાદી માં જણાવેલ છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »