ગુજરાતનો ચર્ચાસ્પદ કિસ્સો :  પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટેમાં હાજર કરાયા - At This Time

ગુજરાતનો ચર્ચાસ્પદ કિસ્સો :  પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટેમાં હાજર કરાયા


ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતા કિસ્સામાં આજે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને મહેસાણાની કોર્ટેમાં હાજર કરવામાં આવ્યા હતા તે દરમિયાન તેમના હજારો સમર્થક કોર્ટ પરિસરમાં આવી ગયા હતા. દૂધસાગર ડેરીમાં નાણાકીય વહીવટ મામલે પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી સાથે તેમના CAની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આજે વિપુલ ચૌધરીને જયારે મહેસાણા કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા તે દરમિયાન અર્બુદા સેનામાં ખુબ જ રોષ જોવા મળ્યો હતો. આ મામલે ગઈકાલે પણ કલેક્ટર કચેરી ખાતે પણ દેખાવ કરીને મુક્ત કરવામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આજે કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીના પોતાના શાશનકાળ દરમિયાન અનેક નાણાંકીય ગેરરીતિ આચરી હતી અને કરોડોના કૌભાંડ કર્યા હોવાનું બહાર આવતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઘણી બેનામી કંપની ઉભી કરીને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આજે તેમને કોર્ટમાં પણ હાજર કરવામાં આવ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમના 14 દિવસના રિમાન્ડ પણ માંગી શકે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.