દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ભાવનગર શહેર ભાજપ સેવા પખવાડિયું ઉજવશે. - At This Time

દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ભાવનગર શહેર ભાજપ સેવા પખવાડિયું ઉજવશે.


દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ભાવનગર શહેર ભાજપ સેવા પખવાડિયું ઉજવશે. તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મ દિવસ હોય, તારીખ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૨ ગાંધી જયંતિ સુધી ભાવનગર શહેર ભાજપ દ્વારા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિ દ્વારા સેવા પખવાડિયું ઉજવવામાં આવનાર છે. સેવા પખવાડિયા અંતર્ગત તારીખ ૧૭-૦૯-૨૦૨૨ અને શનિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે અટલ બિહારી બાજપાઈ હૉલ, મોતીબગ ટાઉનહૉલ ખાતે નરેન્દ્રભાઈના જીવન પ્રસંગોની પ્રદર્શની રાખવામાં આવેલ છે, જે નિહાળવા ભાવનગરના નાગરિકો પધારે તેવો અનુરોધ છે. સાથે સાથે તખ્તેશ્વર વોર્ડના યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ભાવનગર યુવા ભાજપ મોરચા દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. ૨૧-૦૯-૨૦૨૨ અને બુધવારના રોજ શહેર ભાજપ મહિલા મોરચો અને ડોક્ટર સેલ દ્વારા મહાનગરના પ્રત્યેક વોર્ડમાં હિમોગ્લોબિન ચેકઅપ અને દવા વિતરણ સેવાકાર્ય કરવામાં આવશે. તારીખ ૨૫-૦૯-૨૦૨૨ અને રવિવારના રોજ સવારે ૬-૦૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા “રન ફોર ડેવલોપમેન્ટ” થીમ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ શહેરના પ્રત્યેક વોર્ડમાં પંડિત દીનદયાળજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ‘મન કી બાત’ સાંભળવામાં આવશે. તારીખ ૧-૧૦-૨૦૨૨ અને શનિવારના રોજ પ્રત્યેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન સેવાકાર્ય કરવામાં આવશે. સેવા પખવાડિયાના અંતમાં તારીખ ૨-૧૦-૨૦૨૨ અને રવિવારના રોજ ગાંધી જયંતિ નિમિતે ક્રેસન્ટ ચોક ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર કર્યા બાદ ગાંધી સ્મૃતિ ખાતે કાર્યકરો દ્વારા ખાદી ખરીદવામાં આવશે. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં થનારા સેવાકાર્ય પખવાડિયાને સફળ બનાવવા માટે તારીખ ૧૫-૦૯-૨૦૨૨ અને ગુરુવારના રોજ પંડિત દીનદયાળજી ભવન ખાતે એક અગત્યની બેઠક મળેલ જેમાં શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ અરુણભાઇ પટેલ, ડી. બી. ચુડાસમા અને યોગેશભાઈ બદાણીના માર્ગદર્શનમાં સેવા પખવાડિયાને સફળ બનાવવા બાબતે વિમર્શ કરવામાં આવેલ. જેમાં સમગ્ર વોર્ડ અને શહેર સંગઠન, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, તમામ સેલ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon