બાલાસિનોર : દેવ ખાતે ભંગારના ગોડાઉનમાં સહાયની સાઇકલો જોવા મળી
ભંગારના વેપારીઓ બિલાડીના ટોપની જેમ હાટડીઓ ખોલીને મશીન, વોટરપંમ્પ વિદેશી બિયરના ખાલી ટીન જેવી વસ્તુઓ ખરીદતા હોય છે, ત્યારે, સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી,અને નશામુક્તિ કાર્યક્રમો અને વ્યસનમુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવે છે ત્યારે દારૂબંધીમાં ખાલી બિયરના ટીનનો મસમોટો જથ્થો આવ્યો ક્યા- ંથી તે પણ એક મોટો સવાલ છે, તેમજ શાળા પ્રવેશોત્સવમાં સરકાર દ્વારા બાળકોને સાઈકલની સહાય આપવામાં આવતી હોય જેથી બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાય તેવા હેતુથી ટ્યુબ ટાયર નાખવાની જગ્યાએ બારોબાર સાઈકલો ભંગારના ભાવે વેચી રે દેવામાં આવે છે, સુ આ વેપારીઓને તંત્રનો ખૌફ નથી, કે પછી હોતી હૈ ચલતી હૈ જેવું મનસ્વી ઠીલું વલણ રાખી આંખ આગળ આડા કાન કરવામાં આવતા હશે ??? તે પણ એક મોટો સવાલ છે..
ભંગારના વેપારીઓને ત્યાં તંત્ર
દ્વારા તપાસ આદરવામાં આવે તો મશીન, વોટર પંખા,ઇલેક્ટ્રિક તેમજ ટેલિફોન વાયરો, નલ સે જલની પાઈપોના ટુકડા જેવી વસ્તુઓ ઘણીખરી ચોરીની નીકળે તો નવાઈ નહિ.
આ અગાઉ પણ વીરપુર ભંગારના ગોડાઉનમાં પણ ફોરેસ્ટના તારની વાડના વાયરોના ગુચળા લેતા વેપારીઓ વીરપુર ખાતે પકડયાની વિગતો લોકમુખે ચર્ચાય છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.