રાપર ખાતે સમસ્ત મેઘવાળ સમાજ તથા ત્રિકમ સાહેબ ગંગાઘાટ વિરડા દ્વારા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રથયાત્રા તેમજ મેળો યોજાયો
રાપર મધ્ય આજે અષાઢી બીજ ના પાવન પર્વ નિમિત્તે રાપર સમસ્ત મેઘવાળ સમાજ તથા ત્રિકમ સાહેબ ગંગાઘાટ વિરડા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
જેમાં સૌ પ્રથમ રાપર દરીયાસ્થાન મંદિર કે જે ત્રિકમ સાહેબ નુ સમાઘી સ્થળ છે તે સ્થળ ખાતે થી ચિત્રોડ ત્રિકમ સાહેબ મંદિર ના મહંત શ્રી આત્મહંસ બાપુ ચિત્રોડ, યોગી દેવનાથબાપુ, તથા દરીયાસ્થાન મંદિર ના સંત ત્રિકાલદાસજી મહારાજ રાજેશ્વરી દેવી ગુરુ મૈયા પ્રસાદ ત્રિકમ સાહેબ વિરડા એ રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રામાં કળશધારી બાલિકાઓ,શણગારેલ ત્રિકમ સાહેબનો રથ, વાજતે ગાજતે દરિયસ્થાન મંદિર થી મેઈન બજાર ત્રિકમ સાહેબ માર્ગ,સેલારી નાકા અને દેના બેન્ક થઈને નિલપર રોડ સ્થિત ગંગાઘાટ ત્રિકમ સાહેબ ના વિરડાધામે મેળામાં ફેરવાઈ હતી
મહાપ્રસાદ ના દાતા સાંસદ વિનોદ ચાવડા ના પરિવાર જનો લખમશીભાઈ ભીમજીભાઈ ચાવડા પરિવાર રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાબુભાઈ મુછડીયા,પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા,નશાભાઈ દૈયા, માયા ભાઈ ધેયડા, દિલીપભાઈ ધેયદા,ટ્રસ્ટી રમેશ વાયરિયા,દુદાભાઈ સેજુ, વિરાભાઈ સોલંકી નારણ ડોડીયા તેમજ મહેશ બગડા રામજી મુછડીયા ઉકાભાઈ પરમાર બાબુભાઇ સોલંકી વાલજીભાઈ વાઘેલા માલશીભાઈ પરમાર સહિત પ્રાથળ વિસ્તાર ખડીર વિસ્તાર અને સમગ્ર તાલુકામાંથી વિવિધ આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ઉપરાંત આજે રાત્રે ત્રિકમ વીરડા મધ્યે ભવ્ય સંતવાણી પણ યોજાશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.