રાજકોટમાં છરી સાથે ફરતા સાત પકડાયા
શહેરમાં ગુનાખોરી વધી રહી છે. ત્યારે જ એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફે ચેકિંગ હાથ ધરી શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી 7 આરોપીઓને છરી સાથે દબોચી લીધા હતાં. એસઓજીની ટીમે ગત સાંજે ચેકિંગ દરમિયાન ભવાનીનગરના માટેલ પાન પાસેથી છરી સાથે લાલુ ઉર્ફે કચ્ચો પ્રતાપ સોલંકી (ઓડ) (ઉ.વ.20) (રહે.ભવાનીનગર, શેરી નં.1, રામનાથપરા)ને છરી સાથે દબોચી લીધો હતો. અને એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
એ.ડિવિઝન પોલીસની ટીમે રીક્ષા ચાલક વિશાલ વિનોદ સરવૈયા (કોળી) (ઉ.વ.20, રહે.પોપટપરા શેરી નં.9/12ના ખૂણે)ને જયુબેલી ગાર્ડન પાસેથી છરી સાથે ઝડપી લઈ હથિયાર બંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો.રામનાથપરા જુની જેલ પાસેથી એ.ડિવિઝન પોલીસે મયુર વીભા ચૌહાણ (ભીલ) (ઉ.વ.19, રહે. હંસરાજનગર શેરી નં.1, રણુજા મંદિર પાસે)ને છરી સાથે દબોચી કાયદેસર કાર્યવાહી કરી હતી.
જુની જેલ પાસેથી જ પોલીસે રીક્ષા ચાલક વિજય ઉર્ફે લટારો રમેશ ઉકેડીયા (કોળી) (ઉ.વ.22, રહે હંસરાજનગર)ને છરી સાથે પકડયો હતો. એલસીબી ઝોન-1ની ટીમે ત્રિશુલ ચોક પાસેથી પ્રવિણ નથુ વાસણા (કોળી) (ઉ.વ.53, રહે ગોકુલધામ આવાસ કવાર્ટર, ગુરૂપ્રસાદ ચોક)ને છરી સાથે પકડી ભકિતનગર પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ કરી હતી. યુનિવર્સિટી પોલીસે ધરમનગર રવેચી હોટલ પાસેથી છરી સાથે આશિષ ભરત પરમાર (રજપૂત) (ઉ.વ.34, રહે.ધરમનગર, આરએમસી કવાર્ટર)ની અટકાયત કરી હતી.
એવી જ રીતે કલર કામ કરતા દીપક સવજી પરમાર (ઉ.વ.47, રહે ધરમનગર આરએમસી કવાર્ટર)ને પણ છરી સાથે પકડી ગુનો નોંધ્યો હતો. માલવીયાનગર પોલીસે મવડીની શ્રીનાથજી સોસાયટી શેરી નં.2ના ખૂણેથી સાગર ઉર્ફે પંકજ રાણભાઈ લોખીલ (આહિર) (ઉ.વ.33, રહે.વિનાયકનગર, મવડી પ્લોટ) મવડી મેઈન રોડ મહાકાળી મંદિર સામેથી અજીતસિંહ મહોબતસિંહ રાઠોડ (રજપૂત) (ઉ.વ.37, રહે માયાણીનગર આવાસ કવાર્ટર) અને બળવંતસિંહ મનુભા રાઠોડ (ઉ.વ.39) રહે. રિદ્ધિસિદ્ધી પાર્ક શેરી નં.1, ગોંડલ ચોકડી)ને છરી સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.