અમદાવાદ ખાતે મુખૌટે ક્રિએટિવ આર્ટ દ્વારા ચિત્ર કલાકારોનું “મુખૌટે-31″ગ્રુપ પ્રદર્શનનું થયેલ આયોજન
કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટ ની કલા એકસાથે એક જ જગ્યા એ રજુ થશે
ગોસા(ઘેડ)તા. ૧૮/૧૨/૨૦૨૪
લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે, જેમાં તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે અને “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
અમદાવાદ ખાતે મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉંડેશન દ્વારા ચિત્ર કલાકારોનું "મુંખૌટે-31" ગ્રુપ પ્રદર્શનનું તા.૧૯/૧૨/૨૦૨૪ થી ૨૪/૧૨/૨૦૨૪ થી સુધી ૬/એ પહેલાં માળે સૂર્યોદય કોલોની, સરદાર પટેલ કોલોની સ્ટેડિયમ રોડ, નવરંગપુરા અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંજના સમય ૪:૦૦ થી ૮:૦૦ વાગ્યાં સુધી કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.તે નિહાળી શકાશે.
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ કરે છે!
"મુંખૌટે-31"ગ્રુપ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે બી આર પ્રજાપતિ (સંપાદક, ગુજરાત જર્નલ) તથા અતિથિ વિશેષ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્ હસ્તે સાંજે ૫:૩૦ વાગે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે.
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલ એ "મુંખૌટે-31"ગ્રુપ પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે નવોદિત કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટ ની કલા એકસાથે એક જ જગ્યા એ રજુ થાય તે મુખ્યત્વે એમનો ધ્યેય રહેલો છે.
**‘મુખૌટે-"31"**નાં પ્રદર્શનમાં અમદાવાદના ખ્યાતનામ કલાકારો માં કોકિલાબેન જી. પટેલ (મુખૌટેના ટ્રસ્ટી),નીલુ પટેલ (મુખૌટેના સ્થાપક)હર્ષિતા પરેશભાઈ સોલંકી,હેત દરજી, મુંજાલ શાહ,પ્રવિણ સુથાર,સેજલ ભાવેશ ખત્રી,ગીરીશ પટેલ,જીનલ સાવલીયા,મહેન્દ્ર ગજ્જર, મિતાક્ષ સોની,સંગીતા રાઠોડ,શ્રુતિ સોની,યુવરાજસિંહ જાડેજા,વિરેન્દ્ર કુમાર જેવા ખ્યાતનામ કલાકારૌ એ પોત પોતાની આગવી શૈલીમાં અને પોતાના અલગ માધ્યમમાં તેમની કલાકૃતિ ઓ રજૂ કરેલ છે. ત્યારે આ પ્રદર્શનને નીહાળવા સૌને આમંત્રણ પાઠવેલ છે.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.