કેશોદ તાલુકામાં વિજ ધાંધીયાથી ખેડુતો પરેશાન
કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં જ વિજ ધાંધીયા શરૂ થયાછે અનેક ફિડરોમાં અવારનવાર ફોલ્ટ સર્જાયછે ફોલ્ટ રીપેર કરવા કે રજુઆત કરવા પીજીવીસીએલ કચેરીના ફોલ્ટ નંબર કે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે તો મોટાભાગે વ્યસ્ત આવેછે અથવા મોબાઈલ ફોન કરવાથી ફોન રીસીવ ન થવાની વારંવાર ખેડુતોમાં મૌખિક ફરીયાદો જોવા મળેછે સદભાગ્યે સંપર્ક થાય તો અનેક ફિડરોમાં ફોલ્ટ હોવાથી રીપેરીંગ સમયસર નતું નથી ત્યારે સમયસર વિજ પુરવઠો ન મળતા વિજળી બંધ હોવાના અભાવે અનેક વખત ખેડુતો પોતાની રીતે જીવના જોખમે વિજ ફોલ્ટ રીપેર કરવા મજબુર બનેછે છતાં વિજ ગ્રાહકો સહન કરી રહયાછે
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ લાઈન સમાર કામ હોવાથી વિજ કાપ મુકી દેવામા આવેછે દર વર્ષે પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવેછે જો ખરેખર દર વર્ષે ઉનાળામાં પ્રિમોન્સુન કામગીરી દરમીયાન નમેલા વિજ પોલ ઢીલા પડેલ વિજ વાયર જંપર ચપલા એંગલ કે વિજ વાયર અને વિજ પોલમાં નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કટીંગ કરવા સહીતની કામગીરી કરવામાં આવતી હોય તો ચોમાસામાં અનેક ફિડરોમાં અવારનવાર ફોલ્ટ સર્જાવાનું કારણ શું? વિજ ગ્રાહકો સમયસર વિજ બિલ ન ભરે તો ડીસ કનેક્શન કે દંડ વસુલવામાં આવેછે તો નિમતીત વિજ પુરવઠો કેમ આપવામાં નથી આવતો તેવો વિજ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યોછે ત્યારે વિજ પુરવઠો નિયમિત આપવામાં આવે અને વિજ ફોલ્ટ થાય ત્યારે તાત્કાલિક રીપેરીંગ કામ કરવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામીછે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.