રંગીલા રાજકોટ ની જનતા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ તરફથી વાહન ચેકીંગ ડ્રાઇવનું આયોજન. - At This Time

રંગીલા રાજકોટ ની જનતા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ તરફથી વાહન ચેકીંગ ડ્રાઇવનું આયોજન.


મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ ૨૯ માર્ચ ૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર ના મા.પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ની સૂચના થી મા.એડિશનલ.સી.પી સુશ્રી.વિધિ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના મા.ડી. સી.પી સુશ્રી.પુજા યાદવ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં બહુમાળી ભવન, માધાપર ચોકડી, જુના કુવાડવા પો.સ્ટે, ડિલક્સ ચોક તથા સુવર્ણભૂમિ ચોક ખાતે સાંજે ૬:૦૦ કલાક થી રાત્રી ૮ :૦૦ કલાક સુધી વાહન ચેકીંગ ની ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું,

રાજકોટ શહેર પોલીસ દ્વારા આજની આ વાહન ચેકીંગ ડ્રાઇવમાં ટ્રાફિક ના અધિકારી સાથે નવનિયુક્ત પ્રોબેશ્નર પો.સ.ઈ પણ ફરજ ઉપર હાજર રાખવામાં આવ્યા હતા,

૧ - રાજકોટ બહુમાળી ચોક ખાતે પી.એસ.આઇ સુમેરા તથા તેમની ટીમ દ્વારા ૧૧૭ કેસ કરી રૂપિયા ૬૩૪૦૦/- દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ,

૨ - રાજકોટ માધાપર ચોકડી પી.એસ.આઈ વી.એ.પરમાર અને તેમની ટીમ દ્વારા ૧૧૫ કેસ કરી રૂપિયા ૫૪,૦૦૦/- દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ,

૩ - રાજકોટ જુના કુવાડવા પો સ્ટે પો.ઈન્સ વસાવા દ્વારા ૧૫૯ કેસ તથા રૂપિયા ૭૦,૮૦૦/- દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ,

૪ - રાજકોટ ડિલક્સ ચોક ખાતે પી.એસ. આઈ ઘાસુરા દ્વારા ૩૭ કેસ કરી રૂપિયા ૧૪,૨૦૦/- દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ,

૫ - રાજકોટ સુવર્ણભૂમિ ચોક ખાતે પો.ઈન્સ રજીયા તથા પી.એસ.આઈ જે જી રાણા દ્વારા ૧૧૫ કેસ કરી રૂપિયા ૬૪૬૦૦/- દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ,

૬ - એસ.આઈ મહેન્દ્રભાઈ દ્વારા ૧૦૨ ઓવર સ્પીડ ના કેસો કરવામાં આવ્યા હતા,

આમ ઉપરોકત જણાવેલ ક્રમાંક નંબર ૧ થી ૫ માં કુલ ૫૪૩ કેસો કરી ૨,૬૭,૦૦૦ નો દંડ વસૂલ કર્યો હતો તથા ૧૦૨ ઓવર સ્પીડના કેસ કર્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.