27 જૂને બેંક કર્મીઓ હડતાળ પર: 3 દિવસ બંધ રહેશે બેંકો
ગુજરાત બેન્ક વર્કસ યુનિયન દર શનિવારે રજા સહિતની પડતર માગણીઓના ટેકામાં 27 જૂને તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં હડતાળનું એલાન આપ્યું છે. એ પહેલાં 25મીએ ચોથો શનિવાર અને 26મીએ રવિવારની રજા હોવાથી સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના આહ્વાન પર 27મી જૂને જાહેર ક્ષેત્રની કોમર્શિયલ બેંકોમાં હડતાળ રહેશે યુનિયનોએ આ અંગેનો જાહેરાત કરી છે. બેંકોના કર્મચારીઓ 31મી માર્ચ 2010 પછી યોગદાન આપનાર કર્મચારીઓ માટે NPSના બદલે પૅન્શન અને જૂની પેન્સન સ્કીમ આવેટ કરવા સાથે 5 વર્કિંગ ટુ બેંક પેન્શનની માંગ કરી રહ્યા છે. 27મી જૂને બેંક હડતાલ સાથે બેંકો 3 દિવસ બંધ રહેશે. 25મીએ મહિનાનો ચોથો શનિવાર અને 26મીએ રવિવાર હોવાથી બેંકોમાં પણ રજા રહેશે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઈ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, 2017થી સરકાર સમક્ષ કેટલીક રજૂઆત થઈ છે પરંતુ તેનો ઉકેલ આવતો નથી. પડતર માગણીઓ પૂરી કરવા દેશવ્યાપી આ હડતાળને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએેશન, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન સહિત તમામ બેંકિંગ એસોસિએશને સમર્થન આપ્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ લાંબા સમયથી બેંકોમાં 5 દિવસનું સપ્તાહ લાગુ કરવાની માંગ કરી રહ્યું છે. તેમનું કહેવુ છે કે બેંકોએ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામ કરવું જોઈએ. આ નિયમ રિઝર્વ બેંક, નાબાર્ડ અને ખાનગી ક્ષેત્રની મોટાભાગની મોટી કંપનીમાં છે. UFBUએ હવે કહ્યું છે કે જો સરકાર તેમની 5 દિવસની નોકરી અને પેન્શનની માંગણીઓ નહીં સ્વીકારે તો બેંકોના કર્મચારીઓ આદોલનને વધુ ઉગ્ર બનાવી શકશે. ત્રણ માંગો કરવામાં આવી છે 1) એપ્રિલ 2010 પછીની નવી પેન્શન યોજના નાબૂદ કરવી, કર્મચારી-અધિકારીઓ માટે જૂની પેન્શન યોજના અમલમાં મુકવી, 2) 5 દિવસ બેંકિંગ અને દર શનિ અને રવિવારે રજા હોવી જોઇએ અને 3) પેન્શનના નિયમમાં સમયાંતરે અપડેશનની જોગવાઇ કરવા માંગ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.