વડોદરા: ટેલિગ્રામની સ્કીમ મૂકી 5.12,લાખની ઠગાઈ કરનાર અમદાવાદના ભેજાબાજના આગોતરા જામીન નામંજૂર
વડોદરા,તા.5 જુલાઈ 2022,મંગળવારટેલિગ્રામમાં 4 ટકા પ્રતિ દિવસ પ્રોફિટ સેરિંગ વર્કની લોભામણી લાલચ આપી ઓનલાઈન 5.12 લાખ પડાવી છેતરપિંડી આચરવા મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપી કેવલરામ પીરારામ પટેલ ( રહે - નેપ્યુન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઓઢવ, અમદાવાદ )એ પોલીસની ધરપકડતી બચવા પોતાના આગોતરા જામીન માગતી અરજ અદાલતમાં રજૂ કરી હતી. જે અદાલતે ના મંજૂર કરવાનો હુકમ કર્યો છે.અરજદાર આરોપી અને અન્ય આરોપી પ્રકાશ રાજુરામે ટેલિગ્રામમાં 4 ટકા પ્રતિ દિવસ પ્રોફિટ સેરિંગ વર્કની લોભામણી લાલચ આપી તેના જુદા જુદા એકાઉન્ટમાં 5.12 લાખ ભરાવી મેસેજ મોકલ્યો હતો કે , તમારા પૈસાનું નુકસાન થયું છે. રિફંડ મળશે નહીં આવજો, અને મારું નામ ખોટું છે, ગ્રૂપ ડીલીટ કરી દેજો આવજો. આમ નાણાં પડાવી છેતરપિંડી આંચરી હતી. અરજદાર તરફે ધારાશાસ્ત્રીએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપીને ગુના સાથે કોઈ લેવાદેવા નથી એફઆઇઆર માં નામ પણ નથી. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે અને આગોતરા જામીન અરજીનું પાલન કરશે. તો ફરિયાદી તરફે એડિશનલ પી.પી.એ દલીલો કરી હતી કે, અરજદાર અને સહ આરોપી સંબંધી છે. જામીનમુક્ત કરવામાં આવે તો અન્ય છેતરપિંડી પણ આચરી શકે તેવી શક્યતા છે. અન્ય કોઈ છેતરપિંડી આચરી છે કે કેમ તેવી અગત્યની પૂછપરછ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્સ્ટોગ્રેશન જરૂરી છે. ચોથા એડિશનલ સેશન્સ ન્યાયાધીશ માધુરી ધ્રુવકુમાર પાંડેયએ નોંધ્યું હતું કે, અરજદાર આરોપીના બેંક ખાતામાં આરટીજીએસ થયું છે. અને તે જમા થયેલા નાણા પોતે લઈ લીધા હોવાનું જણાય છે. તપાસના પેપર્સ જોતા અરજદાર આરોપીનો રોલ સક્રિય ભૂમિકામાં જણાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.