રાજકોટમાં રહેતી યુવતીને તેના જ ફ્લેટમાં રહેતા યુવકે ધમકી આપતા કહ્યું- ‘મારી સાથે સૂઈજા નહીંતર ફ્લેટમાં નહિ રહેવા દઉ’ - At This Time

રાજકોટમાં રહેતી યુવતીને તેના જ ફ્લેટમાં રહેતા યુવકે ધમકી આપતા કહ્યું- ‘મારી સાથે સૂઈજા નહીંતર ફ્લેટમાં નહિ રહેવા દઉ’


રાજકોટના ઇસ્કોન મંદીરની પાછળ ફિલ્ડમાર્શલ વાડીની સામે ઓમ હાઉસિંગ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા માતા-પિતા, ભાઇ-બહેન સાથે રહું છું. બી.કે. કાફે ક્રિસ્ટલમોલ બર્ગર કિંગ કલાવાડ રોડ ખાતે નોકરી કરું છું. અમારા ફ્લેટમાં માનવ જયેન્દ્રસિંહ પરમાર નામનો છોકરો જે અમારી વિંગના બીજા માળે રહે છે. તે ગત તારીખ 30-09-2023ના રોજ સાંજના 7 વાગ્યા આસપાસ હું નોકરી કરું છું, ત્યાં મારા ફિંગર પ્રિન્ટ દેવા ગઈ હતી. જે બાદ કામ પુરૂ કરી સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ ઘરે પરત રિક્ષામાં આવી રહી હતી.

આ સમયે રિક્ષાવાળા ભાઇએ મને નાગેશ્વર પાર્ટીપ્લોટ કાલાવાડ રોડ પાસે ઉતારી હતી અને ત્યાથી ચાલીને ઘરે આવતી હતી. ત્યારે માનવ પરમાર મારી પાછળથી પોતાનું બાઈક લઇને આવી મારા ખંભા પર રહેલ મારો દુપટ્ટો ખેંચી નીચે ફેકી દીધો હતો. જે બાદ મને કહ્યું, કે મારી સાથે તું ચાલ, મારે તારી સાથે સંબંધ બાંધવો છે. એવુ વર્તન કરતા મેં રાડો પાડતા આ માનવ ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના મેં ઘરે આવી મારા માતા-પિતાને જણાવી હતી. આ ઘટનાથી હું ખૂબ ડરી ગઈ હતી. આ પહેલા બે-ત્રણ વખત હું અમારા ફ્લેટની બહાર કરિયાણાની દુકાને કરિયાણું લેવા જતી હતી, ત્યારે આ માનવ મારી પાસે બિભસ્ત માગણી કરતો કે, ‘મારી સાથે સુઇ જા નહીં તો ફ્લેટમાં રહેવા નહિ દઉ’


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.