નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અન્વયે મહીસાગર જીલ્લામાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી - At This Time

નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અન્વયે મહીસાગર જીલ્લામાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી


“નારી વંદન ઉત્સવ” કાર્યક્રમ અન્વયે મહીસાગર જીલ્લામાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી હેઠળ જાગૃત્તા શિબિર જીલ્લા પંચાયત હોલમાં રાખવામાં આવેલ હતી. જેમાં કામકાજ ના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -૨૦૧૩ હેઠળ જુદી જુદી કચેરીઓમાં રચના કરેલ આંતરિક કમિટીના અંદાજે ૧૦૦ થી વધારે સભ્યો હાજર રહેલ હતા. આ સેમીનારમાં કામકાજ ના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -૨૦૧૩ અંગેની વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા દહેજ પ્રતિબંધક અધિકારી પંકજ પટેલ દ્વારા આપવામાં આવી. જેમાં કાયદા મુજબ ભોગ બનનાર સ્ત્રી કોણે કહી શકાય?,નોકરી કરનાર કોણે ગણી શકાય?,સામાવાળા એટલે કોણ? જાતીય સતામણી એટલે શું?, ભોગ બનનારે અરજી ક્યાં અને કેવી રીતે કરવી અને દીવાની અને ફોજદારી કાર્યવાહી માટે કેવા પ્રકારની મદદ અને રાહત ભોગ બનનારને મળી શકે?, સ્થાનિક અને આંતરિક કમિટી નું માળખું અને કાર્યો, તપાસ દરમ્યાન ભોગ બનનાર મહિલા ને કેવા પ્રકારની રાહત મળવાપાત્ર છે તેમજ આ કાયદાની જોગવાઈઓના ભંગ બદલ સજા અંગેની વિસ્તૃતજાણકારી આપવામાં આવેલ હતી.
મહિલાલક્ષી કાયદાઓ અને IPC -૧૮૬૦ હેઠળ મહિલાઓ માટે થયેલ જોગવાઈ અંગેની વિસ્તૃતી જાણકારી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેકટર દ્વારા આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.