અનુસૂચિત જાતિને અનામતમાં વિભાજન કરવાના આદેશનો અમલ કરવા માંગ…
બાલાસિનોર - વિરપુરમાં વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું...
ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા બાલાસિનોર પ્રાંત અધિકારી અને વીરપુરમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અનુસૂચિત જાતિને અનામતમાં વિભાજન કરવા સુપ્રિમ કોર્ટે કરેલા આદેશનું પાલન કરવા માગણી કરી છે. આ આવેદનપત્રમાં તેઓએ વડાપ્રધાનને પણ અપીલ કરી છે.
ગુજરાત વાલ્મિકી સંગઠને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાલ્મિકી સમાજ સાથે દિવસેને દિવસે આભડછેટ (જાતિવાદ) થતો આવ્યો છે. સમાજને દલીતો તથા અન્ય સમાજ પણ સ્વિકારવા તૈયાર નથી. સુપ્રિમ કોર્ટે વાલ્મિકી સમાજને અનુસૂચિત જાતિને અનામતમાં વિભાજન કરવા આદેશ કર્યો છે. તો રાજ્ય સરકાર અને વડાપ્રધાનને વિનંતી કે, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને રાજ્યમાં દરેક સફાઇ કામદારને ન્યાય મળે તે માટે માગણી કરી હતી.
બાલાસિનોર પ્રાંત અને વિરપુરના ટીડીઓને વાલ્મિકી સમાજ દ્વારા વેદનાપત્રના રૂપમાં આવેલા આવેદનપત્રમાં માગણી કરી હતી કે, વાલ્મિકી સમાજને અલગથી 3 ટકા અનામત આપવામાં આવે, સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટર પધ્ધતિથી ભરતીમાં લઘુતમ વેતન મળે, સફાઇ કામદાર માટે માસિક વ્યક્તિ દીઠ રૂ.4ની ગ્રાન્ટ વધારી રૂ.15 કરવા, ગ્રામ પંચાયતમાં મહેકમ મંજુર કરવા, નગરપાલિકામાં રોસ્ટરના બહાના કાઢી થતાં અન્યાયને દુર કરવા, વારસાગત નોકરી આપવા, વાલ્મિકી સમાજને શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2 ટકા અનામતનો રદ કરાયેલો પરિપત્ર ફરી અમલમાં લાવવા, રાજ્યમાં સફાઇ કામદારો માટે આયોગની રચના કરવી, ઓછા વ્યાજે લોન આપવા, જુના દેવા માફ કરવા, જમીન આપવા સહિતની વિવિધ માગણી કરવામાં આવી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.