ધંધુકા માં આઈફોન ૧૪ અને ઘડિયાળનો ગિફ્ટનો મેસેજ કરી રૂપિયા ૬,૭૬,૦૦૦નું ફ્રૌડ
ધંધુકા માં આઈફોન 14 અને ઘડિયાળનો ગિફ્ટનો મેસેજ કરી રૂપિયા ૬,૭૬,૦૦૦નું ફ્રૌડ
ધંધુકામાં આવેલ સતવારા સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ ડાભીને અજાણ્યા સકસો દ્વારા ઇન્સ્ટાગ્રામ વતી રૂપિયા ૬,૭૬,૦૦૦નું ફ્રોડ થયું. તારીખ ૧૮/૦૪/૨૦૨૩ના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડી zzam95499 ઉપરથી મેસેજ આવેલો હતું જેમાં લખેલું હતું કે તમને છોટેભાઈ બડેભાઈના તરફથી આઈફોન ૧૪ તથા ઘડિયાળ ગિફ્ટ મળશે જેના ટોકન ફી ૩૦૦૦ છે.અને ટોકન નંબર તમારા વ્હાત્સઅપમાં મોકલેલ છે . ત્યારબાદ વ્હાટ્સઅપમાથી ઓડિઓ કોલ આવે છે અને કહે છે કે હું બડેભાઈ વાત કરું છુ તમારે જે પાર્સલના રૂપિયા ૩૦૦૦ છે તે અમારા UPIમાં નાખી આપો. જેથી ચિરાગભાઈએ મોબાઇલ નંબર +923100670646 ઉપર રૂપિયા ૩૦૦૦ મોકલી આપ્યા હતા તે જ દિવસે બીજા નંબર થી સાંજે કોલ આવ્યો હતો કે આપનું પાર્સલ સુરત ઍરપોર્ટ પર આવી ગયું છે અને તમે રૂપિયા ૮૦૦૦ ટ્રાન્સફર કરો એટલે આવતી કાલે સવારે તમારું પાર્સલ ઘરે પહોંચી જશે જેથી ચિરાગભાઈએ તે વ્યક્તિના અકાઉન્ટ નંબર ૪૦૭૪૨૦૧૨૫૬૧ ઉપર રૂપિયા ૮૦૦૦ ટ્રાન્સફર કરી આપ્યા હતા.ત્યાર બાદ તારીખ ૧૮/૦૪/૨૦૨૩ના આશરે ૧૨ વાગ્યાથી તારીખ ૦૭/૦૫/૨૦૨૩ આશરે ૧૮:૦૦ વાગ્યા સુધીમાં અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરેલ પરંતુ તેમણે કોઈ પણ મોબાઈલ ફોન મળેલ નહીં અને એક્સિસ બેંકમાં જઈને એન્ટ્રી પડાવતા તેમના ખાતામાથી રૂપિયા ૬,૭૬,૦૦૦ કપાઈ ગયા હતા જેથી ચિરાગભાઈ દ્વારા આ ઓનલાઇન ફ્રોડ અંગે ધંધુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.